અમદાવાદ,બાપુનગરની એક દુકાનમાં રેમડેસીવીર ઈન્જેક્શનની ૨૪ શીશીઓ સાથે ૩ શખ્સોને શહેર એસઓજીએ ઝડપી લીધા છે. આ ત્રણેય શખ્સો પૈકી એક શખ્સ જાયડસ બાયોટેક કંપનીમાં કામ કરતો હોવાથી ત્યાંથી શીશી ચોરી કરીને લાવતો ત્યાર બાદ બીજા બંન્ને શખ્સો રેમડેસીવીર ઈન્જેક્શન બનાવીને બજાર કરતા ઉંચાભાવે વેચીને લોકો સાથે ઠગાઈ કરતા હતા. જાે કે એસઓજીની ટીમે આ તમામ ઘટનાનો પર્દાફાસ કર્યો છે.

શહેરમાં કોરોના મહામારીમાં અત્યંત જરૂરી એવા રેમડેસીવીરના ઈન્જેક્શનની કાળા બજારી ચાલી રહી હોવાથી શહેર એસઓજી કાળા બજારી અટકાવવા માટે પેટ્રોલીંગ કરી રહી ત્યારે બાતમી મળી હતી કે, બાપુનગરના ખોડીયાર નગર ચાર રસ્તા પાસે જય સતાધારનગર વિભાગ ૪ માં પટેલ પ્રિન્ટીંગ નામની દુકાનમાં ત્રણ શખ્સો રેમડેસીવીર ઈન્જેક્શનોની કાચની બુચવાળી શીશીઓ ધરાવીને બજાર કરતા ઉંચા ભાવે વેચીને કાળા બજારી કરી રહ્યા છે. જેના પગલે એસઓજીની ટીમે તે જગ્યાએ દરોડો પાડ્યો હતો. જ્યાં રેમડેસીવીર ઈન્જેક્શનની કાચની બુચવાળી ૨૪ શીશીઓ મળી આવી હતી. જેના પગલે હાર્દિક વસાણી, મિલનભાઈ સવસવીયા અને દેવલ કસવાળાની ધરપકડ કરી હતી. પુછપરછ દરમિયાન એવુ સામે આવ્યુ હતુ કે આ ત્રણેય શખ્સો કોરોના સંક્રમીત થયેલા દર્દીઓ તથા તેમના પરીવારજનોને આ શીશીઓ બજાર કરતા ઉંચા ભાવે વેચીને તેમની સાથે અને ઠગાઈ કરતા હતા. બીજી બાજુ એસઓજીની ટીમે શીશીની તપાસ કરતા શીશી પર સ્ટીક કે એકસ્પાયરી ડેટ જાેવા મળ્યુ ન હતુ. જેમાં મિલન નામનો આરોપી જાયડસ બાયોટેક પાર્ક કપંનીમાં કર્મચારી હોવાથી કંપનીમાંથી શીશીઓ ચોરી કરીને લાવતો હતો ત્યાર બાદ હાર્દીક અને દેવલ બંન્ને રેમડેસીવીર ઈન્જેક્શન બનાવતા હતા અને લોકોને ઉંચા ભાવે વેચતા હતા. બીજી તરફ એસઓજીની ટીમે ફુડ અને ડ્રગ્સ વિભાનની પણ મદદ લઈને વધુ તપાસ હાથધરી છે.