સોનુ સુદ શ્રીનગરની દુકાનમાં ચપ્પલ વેચતો દેખાયો, લોકોને બૂટચપ્પલ ડિસ્કાઉન્ટમાં અપાવવા કરી મદદ
07, ઓગ્સ્ટ 2021

મુંબઈ-

સોનુ સુદે શ્રીનગરમાં ફૂટપાથ પર બૂટચપ્પલ વેચનાર દુકાનદારની સાથે એક વીડિયો શેર કર્યો છે. તેમાં તેઓ ચપ્પલ વેચતાં હોય તેવી રીતે ઉભા છે. આ વીડિયો સોનુ સુદના ફેન્સને ખૂબ ગમ્યો છે. સોનુ સુદ હાલમાં જમ્મુ કશ્મીર સરકારની એક સંશોધિત ફિલ્મ નીતિને લઈને શ્રીનગરમાં છે. તેમણે બટમાલૂ બજારથી એક વીડિયો શેર કર્યો છે. ત્યાં તેમણે બૂટચપ્પલ વેચનાર શમીમ ખાન સાથે વાત કરી છે. તેમાં શમીમ ખાન સોનુ સુદના પ્રશ્નના જવાબમાં કહે છે કે, બાળકોની ચપ્પલના રૂપિયા 50 અને મોટા લોકોની ચપ્પલના રૂપિયા 120 છે. ત્યારે સોનુ સુદ મોટો લોકોની રૂપિયા 120ની ચપ્પલ રૂપિયા 50માં આપવાનું કહે છે. ત્યારે શમીમ ખાન ના પાડે છે અને કહે છે કે 50 રૂપિયાની ચપ્પલ બીજી છે. સોનુ સુદ ડિસ્કાઉન્ટ આપવાની વાત કરે છે, તો દુકાનદાર રાજીનો રેડ થઈ જાય છે. તે પછી સોનુ સુદ કહે છે કે જો તમે શમીમભાઈની દુકાનમાં આવીને મારું નામ લેશો તો ખરીદી પર 20 ટકા છૂટ મળશે. સોનુ સુદના આ વીડિયોને અત્યાર સુધી 23 લાખથી વધુ વાર જોવાયો છે. તેમના ફેન્સ આ વીડિયો પર હાર્ટ ઈમોજી બનાવીને ખૂબ પ્રેમ વરસાવી રહ્યાં છે. સાથે સોનુ સુદના વખાણ પણ કરી રહ્યાં છે. એક ફેન્સે તો લખ્યું છે કે 'તુસી ગ્રેટ હો સાહબજી' બોલીવૂડ અભિનેતા સોનુ સુદ (Sonu Sood)ની એક ખાસિયત છે કે, તેઓ પોતાની જાતને આમ જનતા સાથે જોડી રાખે છે. કોરોના મહામારી દરમિયાન સોનુ સુદે જરૂરિયાતમંદોની ખૂબ મદદ કરી હતી. તેમને લોકો ભગવાન માનતા થઈ ગયાં છે. સોનુ સુદ સોશિયલ મીડિયામાં ખૂબ સક્રિય રહે છે અને નવા નવા વીડિયો શેર કરે છે.

 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution