લો બોલો, સાસરીમાં જમાઈના ધરણા, 'પત્ની આપો કે પછી છૂટાછેટા આપો'
25, મે 2021

આગ્રા-

આગ્રાના જગદીશપુરા ક્ષેત્રમાં એક અજબ મામલો સામે આવ્યો છે. જયાં પત્નીથી પરેશાન થઈ પતિ સાસરીમાં ધરણા પર બેસી ગયો. પતિનો આરોપ છે કે, તે મામલાનો ઉકેલ આવે પછી જ અહીંથી જશે. તે પત્નીને સાથે લઈને જશે કે પછી છૂટાછેડા લઈને.

ધરણા કરી રહેલા યુવક અવિનાશ શર્માએ જણાવ્યું કે, તેના લગ્ન ૨ મે, ૨૦૧૫એ આગ્રાના જગદીપુરા વિસ્તારમાં સુલહકુલમાં રહેતી આરાધના વર્મા સાથે થયા હતા. લગ્નની પહેલી જ એનિવર્સરીએ મેકઅપ કરાવીને આવવાનું કહીને પત્ની ઘરેથી નીકળી હતી અને પછી તે પાછી ન આવી. તે પછી તેણે પત્નીની ઘણી શોધખોળ કરી. બાદમાં તેને જાણવા મળ્યું કે, તેની પત્ની તો તેના પિયરમાં જતી રહી છે.પત્ની પિયરમાં હોવાની જાણ થતા જ અવિનાશ પણ ત્યાં પહોંચી ગયો. છેલ્લા બે દિવસથી અવિનાશ સસરાના ઘરની સામે ધરણા પર બેઠો છે. તેણે જણાવ્યું કે, તે પત્નીને મનાવીને સાથે લઈ જવા આવ્યો હતો, પરંતુ તે દર વખતે સમય માંગીને વાતને લંબાવતી રહે છે. પત્ની ઘરે ન આવતા તેણે છૂટાછેડાની નોટિસ મોકલી દીધઈ છે. અવિનાશના કહેવા મુજબ, હવે તે છૂટાછેડા પણ નથી આપતી અને સાથે રહેવા પણ તૈયાર નથી. યુવકે જણાવ્યું કે, પત્નીના ગયા બાદથી જ તે તણાવમાં છે. નોકરી પણ છૂટી ગઈ છે. બેરોજગાર હોવાથી તણાવમાં ઘણો રહેવા લાગ્યો છે. તેનું કહેવું છે કે, તે હવે અહીંથી ત્યારે જ જશે જયારે સાસરીવાળા તેની પત્નીને તેની સાથે મોકલશે અથવા છૂટાછેડા આપશે. તેણે કહ્યું કે, જયાં સુધી તેની સમસ્યાનું સમાધાન નહીં થાય ત્યાં સુધી તે આ જ રીતે ધરણા પર બેઠેલો રહેશે. જણાવી દઈએ કે, આ મામલે પોલીસનું કહેવું છે કે, તેમને આ મામલે કોઈ જાણકારી નથી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution