ભારતમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટનો ફેલાવો ખૂબ મર્યાદિત: ICMR
26, જુન 2021

દિલ્હી-

દેશના જુદા જુદા ૧૧ રાજ્યોમાં કુલ ૪૮ નવા વધુ ઘાતક ડેલ્ટા પ્લસ વેરિયન્ટના કેસ મળ્યા હોવા છતા સરકારે કહ્યું કે ડેલ્ટા પ્લસના કેસ દેશમાં ખુબ જ મર્યાદિત વિસ્તારમાં જાેવા મળ્યા છે. જેમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં ૨૧ કેસ છે કે જ્યાં દેશમાં અત્યાર સુધીમાં સૌથી વધારે સંક્રમણ જાેવા મળ્યું છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના ડિરેક્ટર જનરલ ડો. બલરામ ભાર્ગવે કહ્યું કે ડેલ્ટા પ્લસ વેરિયન્ટ દુનિયાના ૧૨ દેશોમમાં ફેલાયેલો છે. ભાર્ગવે કહ્યું કે મે મહિનાની તુલનાએ જૂન મહિનામાં ર્ફઝ્રજ સાથેના કેસનું પ્રમાણ ૧૦.૩ ટકાથી વધીને ૫૧ ટકા જેટલું થઈ ગયું છે. આ સાથે ડો. બલરામ ભાર્ગવે ઉમેર્યું કે લેબોરેટરી ટેસ્ટમાં જાેવા મળ્યું છે કે કોવેક્સિન અને કોવિશિલ્ડ બંને કોરોના વાયરસના આલ્ફા, બીટા, ગામા અને ડેલ્ટા આ ચારેય વેરિયન્ટ સામે સુરક્ષા પ્રદાન કરે છે. જાેકે વેરિયન્ટ મુજબ રસીની એન્ટિબોડી ક્ષમતા જુદી જુદી રહેતી હોય છે.

જેમ કે કોવેક્સીન આલ્ફા વેરિયન્ટ પર સંપૂર્ણ પણે કારગર છે જ્યારે કોવિશિલ્ડ આલ્પા સાથે ૨.૫ ગણી ઘટી જાય છે. ત્યારે ડેલ્ટા વેરિયન્ટ પર કોવેક્સીન પ્રભાવી છે પરંતુ તેની એન્ટિબોડી પ્રતિક્રિયા ત્રણ ગણી ઘટી જાય છે જ્યારે કોવિશિલ્ડની આ વેરિયન્ટ પર પ્રતિક્રિયા ફક્ત બે ગણી જ ઘટે છે. જ્યારે મોર્ડેના અને ફાઇઝરની આ વેરિયન્ટ પર અસર ૭ ગણી ઘટી જાય છે. જાેકે આ સાથે તેમણે ધ્યાન દોર્યું કે રસીઓમાં અસરકારક્તાના સ્તર અલગ અલગ હોવાથી આ તુલનાને યોગ્ય કહી શકાય નહીં અને એકવાર તેના પર ધ્યાન આપ્યા બાદ પછી કોઈ ખાસ તફાવત રહેતો નથી. મહારાષ્ટ્ર ઉપરાંત અન્ય રાજ્યોમાં જ્યાં નવો ડેલ્ટા પ્લસ વેરિયન્ટ જાેવા મળ્યો છે તેમાં મધ્ય પ્રદેશ, પંજાબ, ગુજરાત, કેરળ, આંધ્રપ્રદેશ, તામિલનાડુ, જમ્મુ, ઓડિશા, રાજસ્થાન અને કર્ણાટકનો સમાવેશ થાય છે. આરોગ્ય મંત્રાલયે શુક્રવારે આ રાજ્યોને વિશિષ્ટ જિલ્લાઓ અને ક્લસ્ટરોમાં તાત્કાલિક ધોરણે ભીડને અટકાવવા, લોકોના મેળાવડા અટકાવવા, વ્યાપક પરીક્ષણ, તાકીદે ટ્રેસિંગ તેમજ રસીકરણ કવરેજ સહિતના નિયંત્રણના પગલાંને તાત્કાલિક ધોરણે વધારવા જણાવ્યું છે. જિનોમ સિક્વન્સીંગ રિપોર્ટ મુજબ, ડેલ્ટા-પ્લસ વેરિઅન્ટ-ચિંતાનો વેરિયન્ટ તરીકે દર્શાવાયો છે. આ વેરિયન્ટમાં સંક્રમણતામાં વધારો થયો છે, ફેફસાની કોશિકાઓના રીસેપ્ટર્સ સાથે મજબૂત જાેડાઈ શકવાની ક્ષમતા, અને એન્ટિબોડીને ચકમો આપીને તેના પ્રભાવને ઘટાડી શકવાની ક્ષમતા ધરાવે છે. અધિકારીઓએ જણાવ્યું કે નવા ડેલ્ટા-પ્લસ વેરિઅન્ટને લીધે સંક્રમણ ક્ષમતા, રોગની તીવ્રતા, ફરીથી ચેપ અને રસીઓની અસરકારકતા, દવાઓ અને ઉપલબ્ધ નિદાન પરીક્ષણો પર નજર રાખવા માટે વધુ અભ્યાસ ચાલી રહ્યો છે. ડો. ભાર્ગવે વધુમાં જણાવ્યું કે, ડેલ્ટા પ્લસ વેરિએન્ટ સામે ઉપલબ્ધ રસીઓની અસરકારકતા અંગે પણ ટેસ્ટિંગ થઈ રહ્યું છે અને આગામી ૭-૧૦ દિવસમાં તેના પરિણામ મળવાની ધારણા છે. એનસીડીસીના ડિરેક્ટર સુજીતસિંહે જણાવ્યું કે, 'હાલમાં ૯૦ ટકા સિક્વન્સ્ડ નમૂનાઓ ડેલ્ટા વેરિઅન્ટથી સંક્રમિત છે.' અધિકારીએ કહ્યું કે વાયરસમાં મ્યુટેશન માટે મોટાપાયે સંક્રમણ દર પણ જવાબદાર હોય છે અને શક્ય છે કે મહારાષ્ટ્રમાં પણ આ જ કારણોસર વધુ મ્યુટેશનના કેસ જાેવા મળે છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution