ધોરણ 12 નું રિઝલ્ટ જાહેર,જાણો ક્યાં કેટલું પરિણામ આવ્યું?
31, જુલાઈ 2021

ગાંધીનગર- 

આજે સવારે ધોરણ 12નું પરિણામ જાહેર કરવામાં આવ્યુ હતુ.જેમાં  માત્ર 691 વિદ્યાર્થીને A1 ગ્રેડ મળ્યો,9495 વિદ્યાર્થીએ A2 ગ્રેડ મેળવ્યો, ધોરણ 10 પછી ધોરણ 12માં પણ A1 ગ્રેડમાં રાજકોટ પ્રથમ નંબરે છે.સ્કૂલોએ માર્કશીટની પ્રિન્ટ કાઢીને વિદ્યાર્થીઓને આપી છે.ધોરણ 12માં A1 ગ્રેડ મેળવવામાં સુરતનો બીજો અને અમદાવાદનો ત્રીજો નંબર છે.જ્યારે રાજકોટમાં 24339 વિદ્યાર્થીઓમાંથી 231 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે.સુરતમાં 44866 રેગ્યુલર વિદ્યાર્થીઓમાંથી 187 તથા અમદાવાદમાં 28932 વિદ્યાર્થીઓમાંથી 38 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે.

કોરોનાકાળમાં સરકારે આપેલા માસ પ્રમોશનને કારણે 100 ટકા પરિણામ આવ્યું છે. આ પરિણામમાં 4 લાખથી વધુ વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવ્યાં છે. 691 વિદ્યાર્થીએ A1 ગ્રેડ મેળવ્યો છે, જ્યારે 9495 વિદ્યાર્થીએ A2 ગ્રેડ મેળવ્યો છે. આ પરિણામમાં સૌથી વધુ વિદ્યાર્થીઓને C1 ગ્રેડ મળ્યો છે. C1 ગ્રેડ મેળવનારા એક લાખ 29 હજાર 781 વિદ્યાર્થી છે, જ્યારે C2 ગ્રેડ મેળવનારા એક લાખ આઠ હજાર 299 વિદ્યાર્થી છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution