દહેરાદૂન,

ઉત્તરાખંડમાં ચારધામની યાત્રા માટે દર્શન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જે હવે લોકો માટે શરૂ કરી દેવાઈ છે. બુધવારે બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીના મંદિરોની મુલાકાત માટે પ્રથમ દિવસે 422 યાત્રિકોએ ઇ-પાસ માટે અરજી કરી હતી.

મળતી માહિતી મુજબ ઉત્તરાખંડ દેવસ્થાનમ બોર્ડની વેબસાઇટ પર ઈ-પાસ માટે 422 લોકોએ અરજી કરી હતી. જેમાં બદ્રીનાથ માટે 154, કેદારનાથ માટે 165, ગંગોત્રીના 55 અને યમુનોત્રીના 48 લોકોનો સમાવેશ થાય છે.બોર્ડના મુખ્ય કાર્યકારી અધિકારી રવિનાથ રમને જણાવ્યું હતું કે, ભક્તો માટે થર્મલ સ્ક્રિનિંગ, સેનિટાઇઝેશન અને માસ્કની વ્યવસ્થા કરવામાં આવી છે. યાત્રાળુઓ મંદિરોમાં મૂર્તિઓને સ્પર્શ કરી શકશે નહીં, ત્યાં કોઈ પ્રસાદ વિતરણ થશે નહીં. તેમજ ઘંટને કપડાથી ઢાંકી દેવામાં આવ્યો છે.મહત્વનું છે કે, દેશમાં કોરોના વાઇરસ વચ્ચે ચારધામની યાત્રા માટે બહુ એછા લોકોને મંજૂરી આપવામાં આવી રહી છે, ત્યારે પ્રથમ દિવસે લગભગ 422 લોકોએ ઇ-પાસ માટે અરજી કરી હતી