ગાંધીનગર-

સરકારી કચેરીમાં એક અધિકારી બીજા અધિકારી તરફથી રેસ ભાવ રાખવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે, ત્યારે આજે શુક્રવારે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આવેલા જૂની સચિવાલય ખાતે પણ એક આવી જ ઘટના સામે આવી છે. રાજ્યની હિસાબી અને તિજોરી કચેરીના વર્ગ 1ના 2 કર્મચારીઓ આમને-સામને આવી ગયા છે. આ બાબતે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પણ લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે. રાજ્યની હિસાબી અને તિજોરી કચેરીના વર્ગ 1 કક્ષાના 2 અધિકારીઓ જે નિયામક અને બીજા અધિકારી ડે.ડાયરેક્ટરની ફરજ બજાવે છે, તે એક બીજાની વિરુદ્ધ આવી ગયા છે. જેમાં નિયામક દ્વારા ડેપ્યુટી ડાયરેક્ટરને દારૂના ખોટાં કેસમાં ફસાવાયા હોવાની CMને ફરિયાદ કરવામાં આવી છે. આ ઉપરાંત નિયામક કચેરીમાં દારૂની બોટલ રાખી હોવાનો વીડિયો ફરિયાદીએ વાયરલ થયો હોવાની વાત સામે આવી છે, જ્યારે 15 મહિના જૂની ફરિયાદ હોવા છતાં પણ અધિકારી સામે કોઈપણ પગલાં ન ભરાતા ડેપ્યુટી ડાયરેક્ટરે અન્ય અધિકારીઓનો સપોર્ટ હોવાની વાત પણ ખુલ્લો આક્ષેપ કર્યો હતો. મહત્વની વાત કરવામાં આવે તો 2 અધિકારીઓ વચ્ચેનો આંતરિક ઝગડો હવે CM વિજય રૂપાણી સમક્ષ પહોંચ્યો છે, ત્યારે લેખિત ફરિયાદના આધારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હિસાબ અને તિજોરી વિભાગના નિયામક સામે પગલાં લેવાનો હુકમ પણ કર્યો હોવા છતાં પણ અધિકારી સામે તપાસમાં ઢીલી નીતિ રાખવાનું સામે આવ્યું છે.