કેવડિયા કોલોની ખાતે પ્રદેશ ભાજપની ત્રિ-દિવસીય પ્રથમ પેપરલેસ બેઠક: રક્ષામંત્રી રાજનાથસિંહ રહેશે ઉપસ્થિત
01, સપ્ટેમ્બર 2021

અમદાવાદ-

કેવડિયા કોલોની ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની આગેવાનીમાં પ્રદેશ ભાજપની ત્રિ-દિવસીય કારોબારી બેઠક મળશે. જેમાં કેન્દ્રીય રક્ષા પ્રધાન રાજનાથ સિંહ, પુરુષોત્તમ રૂપાલા, દર્શના જરદોષ, દેવુસિંહ ચૌહાણ, મહેન્દ્ર મુંજપરા, મનસુખ માંડવીયા, મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, પ્રદેશ ભાજપ પ્રભારી ભુપેન્દ્ર યાદવ, સહ પ્રભારી સુધીર ગુપ્તા, ધારાસભ્યો, ભાજપના હોદ્દેદારો સહિત અપેક્ષિત કાર્યકરો ઉપસ્થિત રહેશે. કોરોના મહામારીમાં 2 વર્ષ બાદ મળનારી આ વખતની ફીઝીકલ બેઠક ડીઝીટલ રહેશે, એટલે કે પેપર લેસ બેઠક કરવામાં આવશે. આ માટે 588 જેટલા હોદ્દેદારોને ટેબ્લેટ વિતરણ કરાયું છે. આ હોદ્દેદારો ટેબ્લેટથી બેઠકમાં કામ કરશે. ટેબ્લેટમાં તમામ માહિતીઓ રાખવામાં આવી છે. જેનું માર્ગદર્શન પ્રદેશ આઇટી વિભાગ દ્વારા આપવામાં આવ્યું હતું. ટેબ્લેટમાં મહાનુભાવોનુ જીવન ચરિત્ર , અલગ-અલગ સરકારી યોજનાઓ પેજ સમિતિની વિગતો નાખવામાં આવી છે. કેવડિયા કોલોની ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની આગેવાનીમાં પ્રદેશ ભાજપની ત્રિ-દિવસીય કારોબારી બેઠક મળશે. ત્યારે આ બેઠક કેવડિયા ખાતે યોજાશે. જેને લઇને તમામ સભ્યો ટ્રેન મારફતે કેવડિયા ખાતે પહોંચશે. જ્યારે આ વખતની ફીઝીકલ બેઠક ડીઝીટલ રહેશે. આ માટે 588 જેટલા હોદ્દેદારોને ટેબ્લેટ વિતરણ કરાયું છે. ભાજપના હોદ્દેદારો સહિત અપેક્ષિત કાર્યકરો ઉપસ્થિત રહેશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution