છોટાઉદેપુર, છોટાઉદેપુર ખાતેની જનરલ હોસ્પિટલમાં આઉટસોર્સ એજન્સી દ્વારા વર્ગ-૩ અને વર્ગ-૪ની જગ્યા પર કામગીરી કરાવાય છે.અને તેનો કોન્ટ્રાક્ટ એક પ્રાઇવેટ એજન્સી ડી.જી નાકરાણી અને એમ.જે સોલંકી ને સોપવામાં આવેલ છે. જે કોન્ટ્રાક ઓગષ્ટમાં પુર્ણ થયેલ હતો પરતું સરકારે તેમનો કોંટ્રાક્ટ એપ્રિલ-૨૧ સુધી લંબાવી આપેલ છે. પરતું અત્રેની જનરલ હોસ્પિટલ ખાતે કામ કરતા વર્ગ-૩ અને વર્ગ-૪ના - ૩૬ (છત્રીસ) જેટલા કર્મચારીઓનો પગાર છેલ્લા નવેમ્બર-૨૦૨૦ ( ચાર મહીના પુરા થઇ આ પાચમો મહીનો ચાલુ) પગાર બાકી છે.અને તે પગાર કીવે રીતે ચુકવવો ? અને કોણ આપશે ?, કઇ ગ્રાંટમાંથી આપશે ? ક્યારે આપશે ? અને ખાતામાં આવશે ? જે પગાર ચુકવાય છે તે કર્મચારીના ઓરીજીનલ પગાર કરતા અડધો ચુકવાય છે, અને બાકીના મહીનાનો પગાર પણ કેટલો મળશે તેની કોઇ જ જાણકારી અમોને કોઇ પાસેથી મળતી નથી. વધુમાં આટલી મોઘવારીમાં અને માત્ર એક વ્યક્તિના પગારથી ચાલતા ઘર ખર્ચને પહોચી વળવા અન્ય કોઇ બીજી આવક ન હોવાથી હાલ ચાર મહીનાથી વર્ગ-૩ અને વર્ગ-૪ ની. ખુબજ દયનીય હાલત થઇ છે.અને ઉછીના નાણાં લઇ, વ્યાજે નાણાં લઇ ઘર ચલાવવાનો વારો આવ્યો છે.