અમદાવાદ-

કોરોનાના કહેર દરમિયાન સરકારે તાબડતોડ ઇન્ટર્ન તબીબોના સ્ટાઇપેન્ડમાં રૂપિયા ૫ હજારનો વધારો કરી દીધો હતો. પરંતુ સરકારે વધારો જાહેર કર્યા બાદ પગારમા ૪ મહિને પણ વધારાનો ઉમેરો નહિ કરતા આખરે ઈન્ટર્ન ડોક્ટરોએ હડતાલનુ શસ્ત્ર ઉગામ્યુ હતુ. હડતાળના બીજા દિવસે આજે ગાંધીનગર જીએમઇઆરએસ મેડીકલ કોલેજના ઈન્ટર્ન ડૉક્ટરોની હડતાળમાં સોલા સિવિલ અને વલસાડના ઈન્ટર્ન ડોક્ટરો પણ જાેડાયા હતાં. જેથી હવે આ હડતાળમાં કુલ ૪૫૦ જેટલા ઈન્ટર્ન ડોક્ટરો જાેડાયાં છે.

ગાંધીનગર જીએમઇઆરએસના ઇન્ટર્ન તબીબોએ બુધવારે હડતાલ પાડી વિરોધ નોંધાવ્યો હતો. એક કોરોના વાઇરસ ઉત્પાદ મચાવી રહ્યો હતો અને બીજી તરફ તબીબો હડતાલ પાડી રહ્યા છે. ત્યારે સરકારની લાજ ઇન્ટર્ન તબીબોએ રાખી હતી. સમગ્ર રાજ્યમાં ઇન્ટર્ન તબોબો ઉપર સરકાર રાજાની જેમ ખુશ થઇ હતી અને એકા એક ભથ્થામા વધારો કર્યો હતો. આરંભે શુરાની જેમ સરકારે મોટા ઉપાડે જાહેરાત કરી દીધી હતી. પરંતુ જાહેરાતના ચાર મહિના બાદ પણ ભથ્થામા કરાયેલો ૫ હજાર રૂપિયાનો વધારો આપવામા આવ્યો નથી. જેને લઇને તબીબોમાં રોષ વ્યાપી ગયો હતો.

કોરોના કાળમાં સરકારે જાહેરાત કરી હતી કે મેડિકલ કોલેજમાં કોવિડ કામગીરી કરતાં ઈન્ટર્ન ડોક્ટરોને સ્ટાઈપેન્ડ ઉપરાંત વઘારાનું પાંચ હજારનું કોવિડ એલાઉન્સ આપવામાં આવશે. સરકારની આ જાહેરાત બાદ રાજ્યમાં અમુક કોલેજાેના ઈન્ટર્ન્સને એલાઉન્સ મળ્યું છે જ્યારે અમુક કોલેજાેના ઈન્ટર્ન્સને આ એલાન્સ હજી સુધી નથી મળ્યું. માર્ચ ૨૦૨૧થી જૂન ૨૦૨૧ સુધી કુલ ચાર મહિનાનું કોવિડ એલાઉન્સ ચૂકવવામાં નથી આવ્યું.

ગાંધીનગર સિવિલમાં ઇન્ટર્ન તબીબ તરીકે ફરજ બજાવતા કેતુલ પટેલે કહ્યુ હતુ કે, સરકારને જ્યારે અમારી જરૂરત હતી, તે સમયે ખુશ કરવા માટે માર્ચ મહિનામા ૫ હજાર રૂપિયાનો વધારો કરી દીધો હતો. પરંતુ તે સમયે સરકારે ભથ્થા રૂપિ હથેળીમા અમને ચાંદ બતાવવામા આવ્યો હતો. માર્ચ મહિનામાં જાહેર કરવામા આવેલુ ભથ્થુ જૂલાઇ મહિનામાં પણ આપવામા આવ્યુ નથી. સરકાર અમારી સાથે વ્હાલા દવલાની નીતિ અપનાવી રહી છે. જને લઇને અમે આજે હડતાલ પાડી હતી. કેટલીક કોલેજમાં ભથ્થા આપવામા આવ્યા છે, અને જેમને ભથ્થા મળ્યા છે તે હડતાલમા જાેડાયા નથી.