વડોદરા, તા.૬ 

કોરોના મહામારીમાં ઑનલાઈન શિક્ષણ ચાલી રહ્યું છે ત્યારે કોમર્સ ફેકલ્ટીમાં સિલેબસમાં આ વરસે રાહત આપવામાં આવે તેવી માગ સાથે એજીએસજી ગ્રૂપના વિદ્યાર્થીઓ દ્વારા આજે ફરી કોમર્સ ફેકલ્ટી ખાતે ભૂખ હડતાળ સાથે દેખાવો યોજ્યા હતા. જાે કે, સાત દિવસમાં આ અંગે યોગ્ય નિર્ણય લેવાતી ખાતરી અપાતાં ભૂખ હડતાળ સમેટી લીધી હતી.

કોરોના મહામારીના કારણે આ વરસે ઑનલાઈન શિક્ષણ ચાલી રહ્યું છે. ઈન્ટરનેટમાં મુશ્કેલીના કારણે અનેક વિદ્યાર્થીઓ કેટલોક સમય ઑનલાઈન શિક્ષણથી વંચિત રહ્યા છે. ત્યારે કોમર્સ ફેકલ્ટીમાં એફવાય, એસવાય અને ટીવાયનો સિલેબસ ઘટાડવાની માગ વિદ્યાર્થી સંગઠન દ્વારા કરવામાં આવી હતી. આજે સિલેબસ ઘટાડવો નહીં તે સંદર્ભે કોમર્સ ફેકલ્ટીની મેઈન બિલ્ડિંગ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. તે દરમિયાન મિટિંગ રૂમની બહાર એજીએસજી ગ્રૂપના વિદ્યાર્થીઓ દ્વારા ભૂખ હડતાળ કરીને દેખાવો યોજવામાં આવ્યા હતા. જાે કે, સાત દિવસમાં આ અંગે યોગ્ય નિર્ણય લેવાતી ખાતરી અપાતાં ભૂખ હડતાળ સમેટી લીધી હતી.