ગુજરાત ATSની સફળતા 10 વર્ષથી ફરાર સિરીયલ કિલરને ઝડપ્યો
26, જુન 2020

અમદાવાદ,

ગુજરાત એટીએસને સૌથી મોટી સફળતા મળી છે. ગુજરાત એટીએસે સિરીયલ કિલરની સુરતથી ધરપકડ કરી છે. આ સિરીયલ કિલર 10 વર્ષથી ફરાર હતો. જોકે આ સીરીયલ કિલરે કરેલ 5 જેટલી હત્યાઓનો ભેદ ઉકેલાયો છે. આ સીરીયલ કિલર નિર્દોષ લોકોના હાથ પગ બાંધી પાણીમાં ફેકી ઠંડે કલેજે હત્યા કરી મોતને ઘાટ ઉતારતો હતો. 

મળતી માહિતી પ્રમાણે ગુજરાત એટીએસ પોલીસે શુક્રવારના રોજ એક એવા સિરીયલ કિલરની ધરપકડ કરી છે, જેના ગુનાઓને સાંભળીને કોઈનું પણ હૈયું કાંપી જાય આવો ખૂંખાર સિરીયલ કિલર છેલ્લા 10 વર્ષથી અલગ અલગર જગ્યા પર અલગ અલગ નામ બદલીને રહેતો હતો. અને આ કિલરે અત્યાર સુધી 5 જેટલી હત્યાને અંજામ આપ્યો હોવાની માહિતી એટીએસ પોલીસને મળી રહી છે. આજે એટીએસ વિભાગને સુરતથી આ ખૂંખાર સિરીયલ કિલર મળી આવ્યો હતો અને છટકું ગોઠવીને તેની ધરપકડ કરી હતી.

ગુજરાત એટીએસે સુરતથી કરેલ સિરીયલ કિલરની પુછપરછમાં મોટા ખુલાસાઓ થયા છે. સિરીયલ કિલર ટ્રેક્ટર ચાલકોને લૂંટી જીવતા પાણીમાં નાંખતો હતો. ત્યારબાદ તેમના હાથ-પગ બાંધી દેતા હતો. આવી 5 જેટલી હત્યાઓને અંજામ આપી ચૂક્યો હોવાનું કબલ્યું છે. સિરીયલ કિલરે મહિસાગરના કોઠંબામાં 2 હત્યા કરી હોવાનું ખુલ્યું છે. આ સિવાય દહેગામ, મોડાસા, છોટાઉદેપુરમાં હત્યા કરી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution