ન્યૂ દિલ્હી-

સુપ્રીમ કોર્ટએ પશ્ચિમ બંગાળમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રને વિનિયમન સંબંધીત રાજ્યના કાયદાને મંગળવારે રદ કર્યો છે. કોર્ટે કહ્યું કે આ કાયદો ગેરબંધારણીય છે, કારણ કે તે કેન્દ્રના રિયલ એસ્ટેટ કાયદા (રેરા)નું ઉલ્લંઘન કરે છે. 

જસ્ટિસ ડી વાય ચંદ્રચુડ અને જસ્ટિસ એમ.આર.શાહની પીઠે કહ્યું કે પશ્ચિમ બંગાળ નિવાસી ઉદ્યોગ વિનિયમન કાયદા ૨૦૧૭ કેન્દ્રના રેરાથી ઘણી હદ સુધી મળેલું છે અને તેથી તે સંસદના કાયદા સાથે વિરોધની સ્થિતિ પેદા કરે છે. ચુકાદામાં જણાવાયું છે કે રાજ્યના કાયદાએ સંસદના અધિકાર ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું છે.

શીર્ષ અદાલતે કહ્યું કે આજના ર્નિણય પહેલાં રાજ્યના કાયદા હેઠળ મકાન ખરીદનારા વેચનારાઓને ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે તેમની પંજી કરણી અને અન્ય કાયદા માન્ય રહેશે. સુપ્રીમ કોર્ટે ઘર ખરીદવા માટે સંધ ફોરમ ફૉર પીપલ્સ ક્લેક્ટિવ એફર્ટસની તે અરજી પર આ ર્નિણય લીધો, જેમાં પશ્ચિમ બંગાળ ઇન્ડસ્ટ્રી રેગ્યુલેશન એક્ટ, ૨૦૧૭ ની સંવૈધાનિક અરજી પર ચુકાદો આપ્યો હતો.

રેરા એક કેન્દ્રીય કાયદા છે જે રેરા એક્ટનું શૉર્ટ ફૉર્મ છે. આ એક્ટ ગયા વર્ષે અમલમાં આવ્યું હતું. આ કાયદાનો હેતુ હતું કે રિયલ એસ્ટેટ કેસમાં જે ગેર કાયદેસર પ્રેક્ટિસ ચાલી રહી છે. તેને ઘર મળવામાં વિલંબ નિર્માણ માટે ગુણવત્તાયુક્ત ક્વાલિટીની સામે યૂજ થવા અથવા બિનજરૂરી રીતે ભાવ વધારો શકાય તેને અટકાવી શકાય છે. જૂન ૨૦૧૯ થી આ દેશના તમામ રાજ્યોમાં લાગૂ થવાનો હતો અને તેની તમામ રાજ્યોમાં પણ વેબસાઇટ બનાવવાની હતી.