સુપ્રીમ કોર્ટ આજે પેગાસસ જાસૂસી કેસની સ્વતંત્ર તપાસની માંગ કરતા નવ અલગ અરજીઓ પર સુનાવણી કરશે
05, ઓગ્સ્ટ 2021

દિલ્હી-

સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર અપલોડ કરેલી યાદી અનુસાર, ચીફ જસ્ટિસ્ટ એન.વી. રમના અને જસ્ટિસ સૂર્યકાંતની ખંડપીઠ ઈઝરાયેલી ફર્મ NSOના સ્પાયવેયર પેગાસસની મદદથી સરકારી એજન્સીઓ દ્વારા જાણીતા લોકો, રાજકારણીઓ અને પત્રકારોની કથિત જાસૂસીના અહેવાલો સંબંધિત અરજીઓ પર સુનવણી કરશે. એક આંતરરાષ્ટ્રીય મીડિયા સંગઠને એક અહેવાલમાં દાવો કર્યો હતો કે, 300 ચકાસાયેલા ભારતીય મોબાઇલ ફોન નંબરો પેગાસસ સ્પાયવેર દ્વારા જાસૂસીના સંભવિત નિસાનાની સૂચીમાં સમાવેશ થાય છે. એડિટર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયાએ તેની અરજીમાં વિનંતી કરી છે કે, પત્રકારો અને અન્ય લોકોની દેખરેખની તપાસ માટે ખાસ તપાસ ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે. ગિલ્ડે પોતાની અરજીમાં જેમાં વરિષ્ઠ પત્રકાર મૃણાલ પાંડે પણ અરજદાર છે. તેમાં જણાવ્યું હતું કે, તેના સભ્યો અને તમામ પત્રકારોનું કામ છે કે, તેઓ માહિતી અને ખુલાસાઓ માંગીને રાજ્યની સફળતા અને નિષ્ફળતાનું સતત વિશ્લેષણ કરીને સરકારના તમામ અંગોને જવાબદાર બનાવે. સુપ્રીમ કોર્ટ આજે પેગાસસ જાસૂસી કેસની સ્વતંત્ર તપાસની માંગ કરતા નવ અલગ અરજીઓ પર સુનાવણી કરશે. તેમાં એડિટર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયા અને વરિષ્ઠ પત્રકારો એન. રામ અને પ્રાંજય ગુહા ઠકુરતાની અરજીઓનો પણ સમાવેશ થાય છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution