સુરત-

સુરતના ડિંડોલી વિસ્તારમાં થી પોલીસે રેવેન્યુ ડિપાર્ટમેન્ટના અધિકારીની ફરિયાદના આધારે ઈ-સ્ટેમ્પ પેપરનો પર્દાફાશ કરી આરોપીને ઝડપી પાડયો છે. આરોપી પાસેથી બનાવટી ઇ-સ્ટેમ્પ પેપર સહિત કોમ્પ્યુટર ઉપરાંત પ્રિન્ટર મશીન કબ્જે લઈ આગળની તપાસ ડીંડોલી પોલીસે હાથ ધરી છે. ડીંડોલીના રામાયણ પાર્કમાં આવેલ ઓફિસમાં બનાવટી સ્ટેમ્પ પેપર બનાવવામાં આવ્યા હોવાની હકીકત સામે આવતા પોલીસે છાપો માર્યો હતો. જ્યાંથી કોમ્પ્યુટર દ્વારા બનાવટી ઇ-સ્ટેપિંગ સર્ટિફિકેટનું ચાલતું કૌભાંડ મળી આવ્યું હતું. બનાવટી ઈ-સ્ટેમ્પ પેપર પર બનાવટી વોટરમાર્ક અને બારકોડ ઉભું કરવામાં આવ્યું હતું, જે કોમ્પ્યુટર પ્રિન્ટર વડે હું બહુ છાપ ઊભી કરવામાં આવી હતી અને તેને ખરા તરીકે ઉપયોગમાં લેવામાં આવતા હતા. જ્યાં ખોટા સ્ટેમ પેપર બનાવી સરકારની રેવેન્યુ આવક જાતે મેળવી આરોપીએ છેતરપિંડી આચરી હતી. રેવેન્યુ ડિપાર્ટમેન્ટના અધિકારી દ્વારા ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.