સુરત, તા.૮  

સુરત પાલિકા કમિશનર બંછાનિધી પાની દ્વારા આજે કાપડ માર્કેટની સરપ્રાઈઝ વિઝીટ કરવામાં આવી છે. જેમાં માર્કેટમાં સુરક્ષા કવચ કમિટી બનાવવા માટે તૈયારી દાખવવામાં આવી છે. કાપડ માર્કેટમાં ધમધમાટ વધતાં બહાર ગામથી શ્રમિકો મોટી સંખ્યામાં આવી રહ્યાં છે. શ્રમિકો અને વેપારીઓ બહારથી આવે તે ટેસ્ટ કરાવીને આવે તેવી ટકોર કરવામાં આવી છે. રિંગરોડ પર આવેલી સુરત ટેક્સટાઈલ માર્કટમાં પાલિકા કમિશનર બંછાનિધી પાની પાલિકા અધિકારીઓ સાથે મુલાકાતે પહોંચ્યા હતાં. જ્યાં સોશિયલ ડિસ્ટન્સ સહિતના મુદ્દે તપાસ કરવામાં આવી હતી. સેનિટાઈઝ સહિતની સુવિધાઓનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. પાલિકા કમિશનરે જરૂરી સૂચનો પણ અધિકારીઓને કર્યાં હતાં. ગણેશોત્સવમાં લોકોએ કોરોનાને ભૂલાવી દઈને ઉજવણી કરી હતી. સાથે જ હાલ ઉદ્યોગ ધંધા ફરીથી શરૂ થઈ ગયા છે. જેથી બહારથી કારીગરો અને વેપારીઓ પણ આવી રહ્યા છે. જેના પગલે ફરી કોરોના સંક્રમણ વધ્યું છે.