સુરત: હત્યાનો સિલિસિલો યથાવત, યુવાનને લાકડાના ફટકા અને પથ્થર મારી હત્યા
20, નવેમ્બર 2020

સુરત-

સુરત શહેરમાં તહેવારોમાં પણ કરપીણ હત્યાઓનો સિલિસિલો યથાવત રહ્યો છે. શહેરમાં માથાભારે શખ્સોના હંગામાની ઘટનાઓ વચ્ચે ડીંડોલી વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. બનાવની વિગતો એટલી ચકચારી છે કે જાણીને કોઈ પણ વ્યક્તિને આંચકો લાગી શકે. સુરતના ડીંડોલીની શ્રીનાથ નગર સોસાયટીમાં દારૂના નશામાં ખુલ્લેઆમ તલવાર લઇ નીકળેલા માથાભારે યુવાનને લાકડાના ફટકા અને પથ્થર વડે માર મારી હત્યા નીપજવામાં આવી આવી છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી માથાભારે યુવાનને રહેંસી નાંખનાર પાંચની અટકાયત કરી છે.

સુરત ના ડીંડોલી-નવાગામ રોડ સ્થિત શ્રીનાથ નગર સોસાયટીના પ્લોટ નં. ૩૧૦માં રહેતો માથાભારે આકાશ હરિરામ સહાની (ચારેક દિવસ અગાઉ રાત્રે ૮ વાગ્યાના અરસામાં દારૂના નશામાં ચૂર હાલતમાં ખુલ્લી તલવાર લઇ સોસાયટીમાં નીકળ્યો હતો. નશામાં ધૂત આકાશે ખુલ્લામાં તલવારબાજી શરૂ કરી દેતા એક યુવાનને ઇજા થઇ હતી.

જેથી સોસાયટીમાં રહેતા રાજન બચ્ચુ ચૌધરી, રામ બબ્બન, લકુવા રામ બબ્બન, રામ બબ્બનના સાળો, મુન્નો અને બબલુ રાજકુમાર ચૌધરી દોડી આવ્યા હતા. આ તમામે આકાશને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમની સાથે પણ ગાળાગાળી કરી હતી અને તેમના ઉપર પણ તલવાર વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution