સુરત: બાળકીનું અપહરણ કરાયા બાદ આચરવામાં આવ્યું દુષ્કર્મ, ઘટના CCTVમાં કેદ
17, ફેબ્રુઆરી 2021

સુરત-

સુરતમાં નરાધમોએ માનવતાને શર્મસાર કરતા ફૂટપાટ પર માતા પાસે સૂતેલી સાત વર્ષની માસૂમને ઉઠાવી જઇ હેવાનિયતનો ભોગ બનાવી હતી. મળતી માહિતી મુજબ, શહેરના લાલગેટ વિસ્તારમાં નરાધમે બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હતું. હેવાનિયત આચરનાર નરાધમ જમ્મુ પઠાણે દુષ્કર્મ આચર્યું હતું અને તેને બાળકીના શરીર પર બચકા પણ ભર્યા હતા. ત્યારબાદ બાળકીએ માતાને આપવીતી કેહતા સમગ્ર હકીકત બહાર આવી હતી. જો કે અપહરણની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઈ હતી અને આ પુરાવાઓના આધારે જ પોલીસે કલાકોમાં જ નરાધમને દબોચી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. આ સાથે જ પોલીસે અપહરણ, પોક્સો અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તજવીજ હાથ ધરી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution