સુરત-

સુરતના વાડી ફળિયા સ્ટોર શેરીમાં રહેતા ભરતભાઈ ચીમનભાઈ જરીવાલા (ઉ.વ.44) ઘરેથીજ જરીકામ કરે છે. ભરતભાઈએ ગત તા 17મીના રોજ અડાજણ પાટીયા સંધવી ટાવરમાં આવેલી ઈન્ડિયન બેન્કમાં સેવીંગ ખાતુ ખોલાવ્યું હતું. ભરતભાઈ એક દિવસ બાદ એટલે 19મીના સોમવારના રોજ બારેક વાગ્યે તેની દીકરી અને પિતા ચીમનલાલ સાથે બેન્કમાં તેમના ખાતામાંથી પૈસા ઉપા઼ડવા માટે ગયા હતા. ભરતભાઈએ સ્લીપ ભરી ખાતામાંથી રૂપિયા 1,12,000 ઉપાડ્યા હતા. જેમાં તમામ નોટ 2 હજારના દરની 56 હતી. ભરતભાઈએ રૂપિયા ગણીને ફરીથી તેના પિતા ચીમનલાલભાઈને ગણવા માટે આપ્યા હતા. અને તેઓ બાજુમાં ઉભા હતા. ઘરે જ જરીનું કામ કરતા કારખાનેદાર સોમવારે સુરતના અડાજણ પાટીયા સંઘવી ટાવરમાં આવેલી ઈન્ડિયન બેન્કમાં રૂપિયા ઉપાડવા ગયા હતા. ત્યાં બે ગઠિયાઓએ તેમને વાતોમાં ફસાવીને તેમના પિતાના હાથમાંથી બે હજારની 24 નોટ એટલે કે 48 હજાર ઝૂેટવીને ભાગી ગયા હતા. આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવચા વધુ તપાસહાથ ધરી છે.