મુબંઇ-

મુંબઇ હાઇકોર્ટના માનનીય જજ સાહેબોને ચશ્મા ખરીદવા મહારાષ્ટ્ર રાજ્ય સરકાર દર વરસે પચાસ હજાર રૂપિયા આપશે એવી જાણકારી મળી હતી. આવો એક પ્રસ્તાવ રાજ્ય સરકાર સમક્ષ હતો જેને સરકારે બહાલી આપી હતી. મિડિયા રિપોર્ટ મુજબ હાલ મુંબઇ હાઇકોર્ટમાં કુલ 90 જજ છે. આમ છતાં હજુ પચીસ જજાેની જગ્યાઓ ખાલી પડેલી છે. બંધારણની 217મી કલમ હેઠળની જાેગવાઇ મુજબ હાઇકોર્ટના જજની નિયુક્તિ થતી હોય છે. દેશભરની હાઇકોટ્‌ર્સમાં હાલ સંખ્યાબંધ જજની જગ્યાઓ ખાલી પડી છે જે આજ સુધી ભરવામાં આવી નથી.  

મહારાષ્ટ્ર રાજ્યના કાયદા વિભાગના એક પ્રવક્તાએ આપેલી માહિતી મુજબ આ પ્રસ્તાવ મંજૂર થઇ જતાં જજસાહેબ, એમનાં પત્ની તથા કુટુંબીજનોને ચશ્મા ખરીદવા દર વરસે પચાસ હજાર રૂપિયા સુધીની આર્થિક સહાય આપવામાં આવશે. હાઇકોર્ટના જજ બનવા માટે દેશની કોઇ પણ કોર્ટમાં દસ વર્ષનો કાયદાકીય અનુભવ હોવો જરૂરી છે. વકીલ તરીકે એક કરતાં વધુ કોર્ટમાં પ્રેક્ટિસ કરતા હોવા જરૂરી છે. બંધારણની 217મી કલમ હેઠળ અન્ય જે જાેગવાઇઓ છે એ પૂરી કરનાર વ્યક્તિને જજ તરીકે પસંદ કરવામાં આવે છે.

જજ તરીકેની કામગીરી ઉલ્લેખનીય હોય તો ચીફ જસ્ટિસ કે સુપ્રીમ કોર્ટમાં બઢતી મળે છે. હાલ દેશની મોટા ભાગની અદાલતોમાં જજની ઓછપ હોવાથી કરોડો કેસ પેન્ડિંગ પડ્યા છે. મુંબઇ હાઇકોર્ટમાં પણ લાખ્ખો કેસ પેન્ડિંગ છે જેમાંના કેટલાક તો પચીસથી ત્રીસ વર્ષ જૂના છે. થોડા સમય અગાઉ દેશના ચીફ જસ્ટિસે એવી અપીલ કરી હતી કે અનિવાર્ય કારણો સિવાય કોઇ જજે રજા લેવી ન જાેઇએ.