હોલિવૂડની માતબર અભિનેત્રી જેસિકા કેમ્પબેલનું શંકાસ્પદ મોત
16, જાન્યુઆરી 2021

લોસ એંજલ્સ 

હોલિવૂડની માતબર અભિનેત્રી જેસિકા કેમ્પબેલનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું હતું. એનો મૃતદેહ બાથરૂમમાંથી મળી આવ્યો હતો. જેસિકાનો મૃતદેહ પોર્ટલેન્ડ ખાતેના એના ઘરમાંથી મળી આવ્યો હતો. આ વાત ડિસેંબરની 29મીની છે. અત્યાર સુધી એનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળ્યો નહીં હોવાથી એના મૃત્યુ પાછળના રહસ્યની વિગતો પ્રગટ થઇ નથી. જો કે જેસિકાના કુટુંબીજનોએ કહ્યું હતું કે છેલ્લા થોડા સમયથી એને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી એવી ફરિયાદ એ કરતી હતી. એના એક સંબંધીએ કહ્યું કે રોજની જેમ એ પોતાના ક્લીનીક પર ગઇ હતી. ત્યાંથી આવ્યા બાદ એ બાથરૂમમાં ગઇ. બાથરૂમમાં વધુ સમય લાગતાં એની માતા જોવા ગઇ કે કેમ હજુ બાથરૂમની બહાર નથી આવી. બાથરૂમમાં જેસિકાને ફર્શ પર પડેલી જોઇને એની માતા ચોંકી ઊઠી. એણે તરત જેસિકાને મેડિકલ સહાય મળે એવા પ્રયાસો કર્યા હતા. પરંતુ ડૉક્ટરોએ એને મરેલી જાહેર કરી હતી. 

અભિનેતા રીસ વીધરસ્પૂન સાથે ઇલેક્શન ફિલ્મ કર્યા બાદ જેસિકાએ થોડા ટીવી શો કર્યા હતા. જો કે અભિનયની દુનિયામાં એને જોઇએ તેવી સફળતા મળી નહોતી એટલે એણે ડૉક્ટર તરીકેની પોતાની પ્રેક્ટિસ ફરી ચાલુ કરી હતી. જેસિકા મરણ પામી ત્યારે ફક્ત 38 વર્ષની હતી. એના મરણ પાછળનું કારણ શોધવા એના કુટુંબીજનો પણ પ્રયાસો કરી રહ્યા હતા.  જેસિકા હોલિવૂડની અન્ય સેલેબ્રિટિઝની જેમ ડ્રગ લેતી હતી કે કેમ એ જાણવા મળ્યું નહોતું. જો કે બાથરૂમમાં મરેલી અવસ્થામાં મળી એવા બનાવો હોલિવૂડમાં અગાઉ પણ બની ચૂક્યા હતા. 

અત્રે એ યાદ કરવા જેવું છે કે બોલિવૂડની ટોચની અભિનેત્રી શ્રીદેવીનો મૃતદેહ પણ દૂબઇની એક હૉટલના બાથરૂમમાં મળ્યો હતો. જો કે શ્રીદેવીના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તો એણે શરાબ અને ડ્રગ બંનેં લીધાં હોવાની વિગતો હતી. પરંતુ એ વિગતો એના પતિ બોની કપૂરે પ્રગટ થવા દીધી નહોતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution