01, ઓક્ટોબર 2021
પાદરા તા.૩૦
પાદરાના કોટના ગામે સહકારી દૂધ ઉત્પાદક મંડળી ના સભાસદોની યોજાયેલી સાધારણ સભામાં સભાસદોએ મંત્રી ના મનમાની કરતા હોવાના કારણે હોબાળો મચ્યો હતો સમસ્ત કોટના ગામના ગ્રામજનો દ્વારા વિવિધ પ્રશ્નો અંગે મંડળી દ્વારા મનમાની કરવામાં આવતા હોવાને આક્ષેપ સાથે લેખિત રજુઆત કરી હતી સભાસદો ગ્રામજનો દ્વારા સત્તાધીશો ને લેખિત રજૂઆતના પગલે મંડળીના વહીવટ કર્તાઓમાં દોડધામ મચી છે સભાસદોએ સાધારણ સભામાં ભારે હૈયાવરાળ ઠાલવી રોષ વ્યકત કર્યો હતોપાદરાના કોટના ગામે સહકારી દૂધ ઉત્પાદક મંડળીના સભાસદોની યોજાયેલી સાધારણ સભામાં મંડળીના વહીવટ કરતા છેલ્લા ૧૦ થી ૧૨ વર્ષથી કોઈ સાધારણ સભા નહિ કરતા હોવાના આક્ષેપો ની શરૂઆતથી જ સભાસદો અને ગ્રામજનોએ ભેગા મળી ભારે હોબાળો મચાવ્યો મંડળીના વહીવટી સામે આક્ષેપો કરી ઉચ્ચ સત્તાધીશોને ૧૦ જેટલા વિવિધ મુદ્દાઓને લઈને લેખિત રજૂઆતો કરતા મંડળીના વહીવટ કરતાઓમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો સભાસદો ગ્રામજનોએ આક્ષેપો કરતા સભાસદોની મિટિંગમાં જવાબો પણ આપી શકાયા ન હતા સમસ્ત કોટના ગ્રામજનો તેમજ સભાસદો દ્વારા મંડળીમાં રોજ આશરે ૧૬૦૦ લીટર જેટલું દૂધ થાય છે છતાં પણ નફા નું ધોરણ નથી ૧૦ થી ૧૨ વર્ષ થી ચૂંટણી પણ કરવામાં આવી નથી ફેટ નું મશીન કોઈને જાેવા મળતું નથી મંત્રી પોતાની મનમાની કરી સભ્ય, પ્રમુખની નિમણૂક જાતેજ કરે છે કોઈપણ સભાસદને ખબર પણ હોતી નથી જેમાં મંત્રી ના ઘરના બે સભ્યો છે જે નિયમ વિરુદ્ધ છે.