છોટા ઉદેપુર 

આજે સમગ્ર દેશમાં ગુજરાત એક મોડેલ છે..પરંતુ ગુજરાતના આદિવાસી વિસ્તાર એવા છોટા ઉદેપુરમાં એવા તાલીબાની કિસ્સા સામે આવે છે કે લોકો વિચારતા થઇ જાય છે...હાલમાં જ એક યુવક-યુવતીને માર મારતાનો કિસ્સો સામે આવ્યો હતો જેમાં રાજ્યનાં મુખ્યમંત્રીએ નોંધ લીધી હતી.પરંતુ ફરી જ એવી ઘટના સામે આવી છે.તમે જોઇને ચોંકી જશો...એક વિડીયો વાયરલ થયો છે.જેમાં એક યુવતી અને યુવકને ઝાડ સાથે બાંધીને માર મારી રહ્યા છે.યુવતીને પ્રેમ કરવા બદલ આ તાલીબાની સજા મળી રહી છે.


એક યુવાન અને એક યુવતીને ઝાડ સાથે નિર્દયતાથી બાંધીને માર મારવાનો વીડિયો વાયરલ થયો છે.આદિજાતિ વિસ્તારોમાં તાલિબાન દ્વારા આવી સજાની ઘટનાઓમાં વધારો થયો છે.એકલા છેલ્લા એક મહિનામાં આદિવાસી વિસ્તારોમાં ત્રણથી ચાર કેસ નોંધાયા છે.જો કે છોટા ઉદેપુર જિલ્લા પોલીસે અત્યાચાર કરનારા 9 લોકો સામે ગુનો નોંધ્યો છે.