ચૈન્નઇ-

તમિલનાડુના ધર્મપુરી-સલેમ બોર્ડર પર થોપ્પુર રોડ નજીક ભારે સામાન લઇને જઇ રહેલા ફુલ સ્પીડે આવતા ટ્રકે એક પછી એક એમ 15 વાહનોને ટક્કર મારી હતી. આ ઘટનામાં પાંચ લોકોના મોત થયા છે અને પાંચ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી અને જેનો વીડિયો પણ સામે આવ્યો છે. આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સૂત્રો અનુસાર ટ્રક ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા આ ઘટના બની હતી.