28, જુલાઈ 2021
સુરત-
સુરતમાં અસામાજિક તત્વોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે વધુ એક માથાભારે ઇસમનો ખુલ્લી તસવારો સાથેનો આતંકનો વીડિયો સામે આવ્યો છે. રામપુર વિસ્તારની સોસાયટીઓમાં અસામાજિક તત્વો તરીકે જાણીતા મોસીન કાલિયા માટે સ્થાનિક લોકો પર ઘાતક હથિયારો વડે હુમલો કરતાં સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. સુરત પોલીસની નિષ્ક્રિયતાના પગલે સુરતમાં અસામાજિક તત્વોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. તે અસામાજિક તત્વો પોતાના વિસ્તારમાં પોતાની પ્રભુત્વ છાપ ઉભી કરવા માટે નિર્દોષ લોકો પર પોતાની જાેર જબરજસ્તી કરતા હોય છે. ત્યારે વધુ એક આવી ઘટના સુરતમાં સામે આવી છે.
મોસીન કાલિયા નામનો ઇસમ ગઈકાલે રામપુરા વિસ્તારમાં ઘાતક હથિયારો સાથે પહોંચી જઈ અને ત્યાંના સ્થાનિક લોકોને ડરાવી ધમકાવી રહ્યો હતો. જાેકે, જાેતજાેતામાં સ્થાનિક લોકો પર ઘાતક હથિયારો વડે હુમલો પણ કર્યો હતો. હુમલાની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. ત્યારે પોલીસની કામગીરી પર પણ મોટા સવાલો ઉભા થયા છે. છેલ્લા લાંબા સમયથી, મોસિન આ વિસ્તારમાં અસામાજિક તત્વ તરીકે ઉભરીને આવી ગયો છે અને લોકોને હેરાનગતી પણ કરે છે. મોસીન કાલિયા નામનો વ્યક્તિ છેલ્લા લાંબા સમયથી આ વિસ્તારમાં માથાભારે કિશનની છાપ તરીકે ઉભરી આવ્યો છે. જાે કોઈ પૈસા ન આપે તો તેને માર પણ મારતો હોય છે. સ્થાનિક લોકો પાસેથી મળતી માહિતી પ્રમાણે, મોહસિન આ જ વિસ્તારમાં નહિ, આજુબાજુના વિસ્તારોમાં પણ ભાઈગીરીની છાપ ઊભી કરી હપતા વસૂલીનું મોટું નેટવર્ક બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. જેમાં પોલીસનાં લોકો પણ તેની સાથે છે. લોકોનાં જણાવ્યાં પ્રમાણે આ મોહસિન પાસે રાજકીય સપોર્ટ પણ છે. જેના કારણે તે આટલી બધી દાદાગિરી કરી શકે છે.