રાષ્ટ્રીય કોંગ્રેસના 138માં સ્થાપના દિવસની જૂનાગઢમાં ઉજવણી કરાઈ
28, ડિસેમ્બર 2020

જૂનાગઢ-

આજે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો 138 મો સ્થાપના દિવસ છે, જેને લઇને ઉજવણીનો દોર શરૂ થયો છે. ત્યારે જૂનાગઢમાં આવેલી શહેર અને જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગી કાર્યકરોએ ઉપસ્થિત રહીને પક્ષના 138માં સ્થાપના દિવસની ઉજવણી કરી હતી. આ તકે કોંગ્રેસ કાર્યાલય ખાતે પક્ષના ધ્વજને ફરકાવીને શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત તમામ કોંગી કાર્યકરોએ 138 વર્ષની પક્ષની રાજકીય સફરને સલામી આપી હતી. આગામી દિવસોમાં કોંગ્રેસનું સંગઠન ફરી એક વખત રાષ્ટ્રના જનમાનસ સુધી પહોંચે તેવા કાર્યક્રમો કરવાની પણ કોંગી કાર્યકરોએ ચિંતન કર્યું હતું.

પક્ષના 138માં સ્થાપના દિવસે કોંગી કાર્યકરોએ પક્ષને ફરી એક વખત જનમાનસ સુધી લઈ જવા માટેનો દ્રઢ નિશ્ચય કર્યો હતો. છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસની શાખ ખાસ કરીને મતદારોમાં ધીરે ધીરે દૂર થતી જોવા મળી રહી છે. ત્યારે આજે પક્ષના 138 માં સ્થાપના દિવસ નિમિત્તે ફરી કોંગ્રેસ બેઠી થાય અને જૂની કોંગ્રેસની સાખ જનમાનસ સુધી પહોંચે તે માટેના કાર્યક્રમો થકી પ્રત્યેક કોંગી કાર્યકર પ્રત્યેક વ્યક્તિ સુધી પહોંચીને 138 વર્ષની કોંગ્રેસની રાજકીય અને સામાજિક સફરની માહિતી લોકો સુધી પહોંચાડશે. આ એક જ માધ્યમ છે કે જેના થકી કોંગ્રેસ પક્ષ ફરી એક વખત જનમાનસ સુધી પહોંચવા માટે કમરતોડ મહેનત કરશે અને પક્ષને ફરીથી મુખ્ય રાજકીય ધારા માલ આવવાનો આજે કોંગી કાર્યકરોએ દ્રઢ નિશ્ચય કર્યો હતો

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution