દિલ્હી-

ભારતીય સેનાએ માનવાધિકારના મુદ્દાઓને પહોંચી વળવા મેજર જનરલની આગેવાની હેઠળ એક નવો સેલ બનાવ્યો છે. આ પગલું 13 લાખ સૈનિકો ધરાવતા દળના કાર્યકાળમાં વધુ પારદર્શિતા લાવવાની દૃષ્ટિએ લેવામાં આવ્યું છે. સત્તાવાર સૂત્રોએ શુક્રવારે આ માહિતી આપી હતી.મેજરન જનરલ ગૌતમ ચૌહાણે ગુરુવારે દિલ્હીના આર્મી હેડક્વાર્ટરમાં એડિશનલ ડિરેક્ટર જનરલ (માનવાધિકાર) નો કાર્યભાર સંભાળ્યો છે. ડેપ્યુટી ચીફ ઓફ આર્મી સ્ટાફ હેઠળ એડિશનલ ડિરેક્ટર જનરલ (હ્યુમન રાઇટ્સ) કામ કરશે.

સેનાએ આતંકવાદ વિરોધી કાર્યવાહી કરવામાં પારદર્શિતા અને ચોકસાઈ સુનિશ્ચિત કરવા માટે માનવાધિકાર સેલ બનાવવાનો નિર્ણય કર્યો છે. પૂર્વોત્તર ક્ષેત્ર અને જમ્મુ-કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં આવા ઓપરેશન દરમિયાન સશસ્ત્ર દળો પર માનવાધિકારના ઉલ્લંઘનનો આરોપ છે. સૈન્ય વ્યાપક સુધારણા પ્રક્રિયાને અમલમાં મૂકવાની તૈયારીમાં છે.