વડોદરા : શહેરના માણેજા એબીબી કંપનીના ગેટની સામે ખાબોચીયામાં મગરનું બચ્ચું આવી જતાં વાઈલ્ડ લાઈફ રેસ્કયૂ ટ્રસ્ટના કાર્યકરોએ રેસ્કયૂ કરીને વન વિભાગના હવાલે કર્યું હતું. બપોરના સમયે સંસ્થા વાઇલ્ડ લાઇફ રેસ્કયૂ ટ્રસ્ટના પ્રેસિડન્ટ અરવિંદ પવાર પર ઉમેશભાઈનો ફોન આવ્યો હતો કે માણેજા એબીબી કંપનીના ગેટ નંબર-૫ની સામે એક મગરનું બચ્ચું આવી ગયું છે. આ કોલ મળતાંની સાથે જ અમારી સંસ્થાના સેક્રેટરી યુવરાજ સિંહ રાજપૂત અને વડોદરા વન વિભાગના શૈલેશ રાવલ ત્યાં પહોંચ્યા હતા અને એક બે ફૂટના મગરનું બચ્ચું એક નાના ખાબોચિયામાં જાેવા મળ્યું હતું તેને અડધા કલાકની જહેમત બાદ વડોદરા વન વિભાગને સોંપવામાં આવ્યું હતું.