સંસદમાં ભાષણ પછી ધમકીઓ મળતા બચ્ચન પરિવારની સુરક્ષા વધારાઈ
16, સપ્ટેમ્બર 2020

મુંબઈ-

અભિનેત્રી અને ભાજપના સાંસદ જયા બચ્ચનની સંસદમાં સ્પીચ પછી તેમને સોશ્યલ મીડીયા પર ધમકીઓ મળતા મહારાષ્ટ્ર સરકારે જયા બચ્ચનના બંગલા પાસે સિકયુરીટીનો જાપ્તો વધાર્યો છે. સોમવારે જયા બચ્ચને સંસદમાં આપેલુ ભાષણ કે જેમાં તેણે જણાવ્યું હતું કે, 'બોલીવુડના અમુક લોકોને લીધે સમગ્ર ઈન્ડસ્ટ્રીની છબી ખરડાવી ન જોઈએ. લોકસભાના સભ્ય અને ફીલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા એક કલાકારે પણ તેના વિરુદ્ધમાં નિવેદન આપ્યુ તે શરમજનક છે.' આ ભાષણ વાયરલ થતાં સોશ્યલ મીડીયા પર મિશ્ર પ્રતિસાદ સાંપડયા હતા. અમુકે જયાના ભાષણની ટીકા કરી હતી તો તાપસી પન્નુ, દિયા મિર્ઝા, જેનેલિયા ડિસુઝા, સોનમકપુર, ફિલ્મ મેકર અનુભવ સિન્હા, શબાના આઝમી એ જયાને સમર્થન આપ્યુ હતું. જયાએ સંસદમાં અભિનેત્રી કંગના રનૌટ અને રવિ કિશનના નામ લીધા વગર જ શાબ્દીક પ્રહારો કર્યા હતા. જે પછી કંગનાએ પણ ટિવટર મારફતે વળતો પ્રહાર કર્યો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution