જંગલમાંથી મળી મહિલા વનકર્મી સહિત 3ની લાશ, પોલીસ તપાસ શરૂ
17, ઓગ્સ્ટ 2020

પોરબંદર-

બે દિવસથી ગુમ મહિલા વનકર્મી સહિત 3 લોકોની લાશ મળી આવતા ખળભળાટ મચી ગઈ છે. પોરબંદરના જંગલમાં લાપતા બનેલા વનકર્મી તેમના પતિ અને રોજમદાર સહિત 3 લોકો લાપતા બન્યા હતા. આજે સવારે બરડા ડુંગર વિસ્તારમાંથી ત્રણેય ની લાશ મળી આવી છે. જોકે, મૃત્યુનું કારણ હજુ સુધી અકબંધ છે.

મળતી માહિતી મુજબ પોરબંદરના બરડા ડુંગર પાસે થોડા દિવસો પહેલા સગર્ભા મહિલા પોલીસકર્મી ગુમ થવાની ઘટના સામે આવી હતી. જેને લઇને વનવિભાગ અને પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી, ત્યારે સોમવારે ફોરેસ્ટ અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મહિલા તેના પતિ અને અન્ય વન કર્મચારીઓ સહિત 3નો મૃતદેહ મળી આવ્યો છે.

બે દિવસથી વનવિભગ અને પોલીસ દ્વારા શોધખોળ થઈ રહી હતી. મહિલા વનકર્મી સહિત 3ની હત્યાની આશકા સેવાઇ રહી છે. મહિલા વનકર્મીના પતિ શિક્ષક છે. બખલ્લા અને કાટવાણા વચ્ચે થ તેમની ગાડી મળી આવી હતી. આ પછી વન વિભાગ દ્વારા બરડા ડુંગરમાં રેસ્ક્યૂ હાથ ધરવામાં આવ્યું હતું. 


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution