નસવાડી, નસવાડી લિન્ડા મોડેલ સ્કૂલના આચાર્ય ની તેનાજ કૌટુંબિક ભાઈ દ્વારા ચપ્પુ ના ઘા ઝીંકી કરી હત્યાં હત્યારો ભરત પીઠીયાની લાશ કુવામાંથી મળતા હત્યાના રહસ્ય પર પડ્યો પરદો પડી ગયો હતો. 

ત્રણ દિવસ અગાઉ નસવાડી નગરના રામદેવ નગરમાં વહેલી સવારે ખૂની ખેલ ખેલાયો હતો તેમાં રહેતા લિંડા મોડલ સ્કૂલના આચાર્ય મેરામણ પીઠિયાની હત્યાથી ચકચાર મચી ગઈ હતી . પ્રાથમિક તપાસમાં કોલંબા પ્રાથમિક શાળાના શિક્ષક ભરત પીઠિયાએ જ ગળા, છાતી અને માથાના ભાગે ઘા મારીને હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. ભરત પીઠિયાએ આચાર્ય, તેમની પત્ની અને દીકરી ઉપર હુમલો કર્યો હતો. નસવાડીની લિંડા મોડલ સ્કૂલના આચાર્ય મેરામણ પીઠિયા અને કોલંબા પ્રાથમિક શાળાના શિક્ષક ભરત પીઠિયા રામદેવનગરમાં સામ-સામે જ રહેતા હતા. શિક્ષક ભરત પીઠિયાએ સવાર સવારમાં જ મેરામણ પીઠીયા ના ઘરમાં ઘૂસી અને છરા વડે મેરામણ અને તેની પત્ની પર તૂટી પડ્યો હતો અને ગળા, છાતી અને માથાના ભાગે છરાના ઘા મારીને તેની હત્યા કરી નાખી હતી. આ ઉપરાંત મેરામણની પત્ની અને દીકરી પર હુમંલો કરતા બંને ઇજાગ્રસ્ત થયા હતા. ત્યાર બાદ શિક્ષક ભરત ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.આરોપી શિક્ષકના આગામી ૯ ડિસેમ્બરે લગ્ન થવાના હતા પરંતુ શાળાના આચાર્ય ની હત્યા કરી ફરાર થઇ ગયો હતો નસવાડી પોલીસ હત્યારા ભરત પીઠીયા નું પગેરું શોધવા તેના વતન જૂનાગઢ જિલ્લા ખૂંદતી હતી ત્યાંજ અન્ય પોલીસ કર્મચારીઓ આજુબાજુ કુવાઓ અને નર્મદા નહેર ઉપર રાત દિવસ પેટ્રોલિંગ કરી હત્યારા ની શોધમાં હતી ત્યાંજ નસવાડી અને હરીપુરાની સીમમાં ખેતરના અવાવરું કુવામાં કોઈનો મૃતદેહ દેખાતા પોલીસ કર્મચારીઓએ મૃતદેહ કુવામાંથી બહાર કાઢતા મૃતદેહ ની ઓળખ ભરત પીઠીયા તરીકે થઇ હતી.