બોડેલી

લોકોને ૨૦ કિ. મી નો લાંબો ફેરો પડી રહ્યો છે. બોડેલીના રણભુંન અને પાટીયા વચ્ચે પણ કોઝવે નો માર્ગ સવાર થી બંધ થઈ ગયો હતો કોઝવે ને બદલે પુલ બનાવવાની ગ્રામ જનોની વર્ષો જૂની માંગણીરણભૂંન અને પાટીયા ગામની વચ્ચે આવેલા કૉઝવે પર મેરિયા નદીના પાણી ફરી વળ્યા હતા. જેથી લોકોની અવરજવર અટકી પડતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. બપોર પછી પાણી ઓસરતાં કોઝવેનો માર્ગ પુનઃ લોકઉપયોગી બન્યો હતો. ચોમાસા દરમ્યાન મેરિયા નદી પરના બે કોઝવે પર પુર આવવાથી અવરજવર બંધ થઈ જાય છે. મુલધરનો કોઝવે ઘણા સમય થી વરસાદી પાણી માં તૂટી ગયો છતાં ત્યાં પ્રજા ની અવરજવર માટે કામ થતું નથી. લોકોને ૨૦કિ. મી નો લાંબો ફેરો પડી રહ્યો છે. બોડેલીના રણભુંન અને પાટીયા વચ્ચે પણ કોઝવે નો માર્ગ સવાર થી બંધ થઈ ગયો હતો. લોકોની અવરજવર બંધ થતાં લાંબો ફેરો કરવો પડ્યો હતો. કેટલાક જીવ ના જાેખમે રસ્તો ઓળંગી રહ્યા હતા. બન્ને કોઝવે ને બદલે પુલ બનાવવાની વર્ષો જૂની માંગણી છે.