દેશની જીડીપીમાં લઘુ, નાના તેમજ મધ્યમ ઉદ્યોગોનું યોગદાન આગામી કેટલાક વર્ષો દરમિયાન વધે તેવો અંદાજ છે. યુગ્રોના એક રિપોર્ટ અનુસાર દેશની જીડીપીમાં સ્જીસ્ઈનો હિસ્સો અત્યારે ૩૦% છે અને વર્ષ ૨૦૨૭ સુધીમાં તે વધીને ૪૦%ની આસપાસ પહોંચે તેવી શક્યતા છે. રિપોર્ટ અનુસાર સ્જીસ્ઈ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના લક્ષ્યને હાંસલ કરવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.૨૦૧૮થી ૨૦૨૨ દરમિયાન સ્જીસ્ઈનું દેશની જીડીપીમાં યોગદાન અંદાજે ૨૯-૩૦% હતું. વર્ષ ૨૦૨૭ સુધીમાં સ્જીસ્ઈનું જીડીપીમાં યોગદાન વધીને ૩૫-૪૦%ની આસપાસ થવાનું અનુમાન છે. ગ્રોથ માટેનું એક કારણ ઉદ્યમ પોર્ટલ દ્વારા સ્જીસ્ઈનું ઝડપી ઔપચારિકીકરણ છે. નાણાવર્ષ ૨૦૨૧માં લોન્ચ થયા બાદથી પોર્ટ પર પ્રત્યેક વર્ષે રજિસ્ટ્રેશનમાં બમણી ગતિએ વધારો થઇ રહ્યો છે. ઔપચારિકીકરણની પ્રક્રિયાએ નાના બિઝનેસ માટે સરકારી પહેલ સુધીની પહોંચ વધુ સરળ બનાવી છે, જેમ કે આર્થિક સહયોગ, સબસિડી અને માર્કેટમાં વધુ તકો વગેરે. ઉદ્યમ પોર્ટલમાં રજિસ્ટ્રેશન કરાવતા મહિલા સંચાલિત સ્જીસ્ઈની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. દર પાંચ ઉદ્યમ રજિસ્ટર્ડ સ્જીસ્ઈમાંથી એક મહિલા દ્વારા સંચાલિત છે અને દર પાંચમાંથી એક નોકરીના સર્જનમાં મહિલા સંચાલિત સ્જીસ્ઈનું યોગદાન છે. જાે કે, મહિલાના નેતૃત્વ હેઠળના સ્જીસ્ઈ તેમના સ્પર્ધકો કરતાં નાના હોય છે અને રૂ.૧૦ના રોકાણ અને ટર્નઓવરમાં તેમનો હિસ્સો માત્ર ૧ રૂપિયો હોય છે.
કેન્દ્ર સરકારે સ્જીસ્ઈના ગ્રોથ માટે પણ સહયોગ આપવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સામાન્ય બજેટ ૨૦૨૪-૨૫ દરમિયાન સરકારે સ્જીસ્ઈના વિકાસ તેમજ મેન્યુફેક્ચરિંગને લગતું વ્યાપક પેકેજ રજૂ કર્યું હતું. જેમાં ધિરાણ, નિયમનકારી સુધારા, ટેક્નોલોજી સપોર્ટ અને મહિલા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહિત કરવા માટે કેટલીક વિશિષ્ટ પહેલનો સમાવેશ થાય છે.
Loading ...