અમદાવાદ, રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાનાર છે ત્યારે કોંગ્રેસ પક્ષમાં વિખવાદ શરુ થઈ ગયો છે. જેમાં એક બીજા ઉપર સામસામે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના એક અગ્રણીએ પ્રદેશ પ્રમુખને પત્ર લખીને પક્ષના ધારાસભ્યની વિરુદ્ધ પગલાં ભરવાની માંગણી કરી છે. શહેર કોંગ્રેસના અગ્રણી એવા ડૉ. અમિત નાયકે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને એક વેદનાભર્યો પત્ર લખ્યો છે. ડૉ. અમિત નાયકે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને સંબોધીને એક પત્ર લખ્યો છે. જેમાં તેમણે બાપુનગરના ધારાસભ્ય હિંમતસિંહ પટેલ સામે પગલાં લેવા માટે માંગણી કરી છે.

ડૉ. અમિત નાયકે કોઈ લેટર પેડનો ઉપયોગ કર્યા વિનાના પત્રમાં લખ્યું છે કે, ગોમતીપુર વોર્ડમાં યોજાયેલી કોંગ્રેસ પક્ષની જાહેર સભામાં ધારાસભ્ય હિંમતસિંહ પટેલે જાહેરસભામાં મારું અપમાન કરવામાં આવ્યું હતું. આ જાહેરસભામાં ધારાસભ્ય હિંમતસિંહ પટેલે ઉમેદવારોને બ્લેકમેઈલ કરીને મારું અપમાન કર્યું હતું એટલું જ નહી, મને જાહેરસભા છોડી જવા માટે મારી ઉપર દબાણ પણ કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય હિંમતસિંહ પટેલના આવા વલણથી એક કાર્યકર્તા તરીકે મને ઘણો આઘાત લાગ્યો છે. મારા આવા અપમાનના પગલે ઓબીસી સમાજના કાર્યકરોમાં નારાજગી પ્રસરી છે. ડૉ. અમિત નાયકે તેમના પત્રમાં એવું પણ લખ્યું છે કે, ધારાસભ્ય હિંમતસિંહ પટેલની રાજહઠના અમદાવાદ શહેરમાં ટિકિટની વહેંચણી કરાઈ હોવાનો પણ આ પત્રમાં ઉલ્લેખ કરાયો છે.