દિલ્હી-

દેશમાં ઝડપથી ફેલાઈ રહેલા કોરોના સંક્રમણ અને રેમડેસીવીર ઈન્જેકશન, ઓકસીજનની અછતથી ભારતની સ્વાસ્થ્ય સિસ્ટમ પડી ભાંગતા ભારતની મદદે અનેક દેશો આવ્યા હતા. આ કડીમાં હવે કેનેડાનો પણ સમાવેશ થયો છે. કેનેડાએ પણ ભારતને મદદ કરવાની જાહેરાત કરી છે. કેનેડાના આંતરરાષ્ટ્રીય વિકાસ મંત્રી કરીના ગુલ્ડે એલાન કર્યું હતું કે કોરોનાની લડાઈ દરમિયાન કેનેડા ભારતને 10 મિલિયન ડોલરની મદદ કરશે.