આ રાજયમાં વધુ 10 દિવસ માટે લંબાવાયું કર્ફ્યું, ક્યાં સુધી રહેશે પ્રતિબંધો
21, મે 2021

ગોવા-

ગોવા કરફ્યૂ 31 મે સુધી વધારી દીધો છે. આજે મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે આ જાહેરાત કરી હતી.ગોવા CM પ્રમોદ સાવંતે જાહેરાત કરી છે કે, ગોવામાં વધુ 10 દિવસ માટે કર્ફ્યુ લંબાવવામાં આવ્યો છે. ગોવા સરકારે 31મે સુધી કોરોના કર્ફ્યુ લંબાવ્યો છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ 15 દિવસ માટે કોરોના કર્ફ્યુ હતો.

જોકેઆ દરમિયાન જીવન જરુરી સેવાઓ ચાલુ રાખવા દેવાશે. હાલમાં કોરોનાના વધતા જતા મામલાઓને જોતા રાજ્યમાં 9 થી 23 મે સુધીનો રાજ્યવ્યપારી કરફ્યુ લગવાયેલો છે. આ દરમિયાન માત્ર જીવન જરુરિયાતની સેવાઓને ચાલુ રાખવા મંજૂરી અપાઈ છે. જ્યારે અનાજ કરિયાણાની દુકાનો સવારે સાત વાગ્યાથી બપોરના એક વાગ્યા સુધી ખુલ્લી રહેવા દેવાઈ છે. જોકે હવે કરફ્યુનો સમયગાળો 31 મે સુધી કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે જોકે દવા, રાશન અને દારુની દુકાનો બપોરે એક વાગ્યા સુધી ખુલ્લી રાખવાની પરવાનગી આપી છે.

કર્ણાટક સરકારે પણ બે અઠવાડિયા માટે સંપૂર્ણ લોકડાઉન લગાવી દીધું છે. આ અંતર્ગત 10 મી મેથી 24 મેના રોજ સવારે 6 વાગ્યે લોકડાઉન કરવામાં આવશે. જો આપણે રાજધાની દિલ્હીની વાત કરીએ તો અહીં લોકડાઉન પણ વધી રહ્યું છે. 24 મે સુધી હાલમાં દિલ્હીવાસીઓ માટે પ્રતિબંધો છે. તે જ સમયે, 11 મેથી મેટ્રોનું સંચાલન પણ બંધ છે. હકીકતમાં, દેશમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે સરકારને લોકડાઉન લાદવાની ફરજ પડી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના ચેપના 2.59 લાખ નવા કેસ નોંધાયા છે. આ સાથે, કેસની કુલ સંખ્યા વધીને 2.60 કરોડ થઈ છે. આ સમયગાળા દરમિયાન 4209 લોકોનાં મોત પણ થયાં છે. આ સાથે, નવા કેસમાંથી સાજા થનારા લોકોની સંખ્યા છેલ્લા સાત દિવસ કરતા વધુ હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution