06, મે 2021
રાજકોટ-
‘ભૂલો ભલે બીજું બધું માં-બાપને ભૂલશો નહિ’ આ પંક્તિ રાજકોટના એક પિતા માટે નિરર્થક સાબિત થઇ રહી છે કારણકે લફરાબાજ પત્ની અને શૈતાન પુત્રોના ત્રાસથી એક પિતાએ ટ્રેન હેઠળ ઝંપલાવી મોત મીઠું કરી લીધું છે. બે દિવસથી પત્ની પાઈપથી અને પુત્ર બેલ્ટથી કારણ વિના માર મારતા હોવાથી અને ૬ દાંત તોડી નાખ્યા હોવાથી અસહ્ય પીડા સહન નહિ થતા પત્ની-પુત્રોને આકરી સજા કરજાે તેવી સ્યુઆઇડ નોટ લખી આપઘાત કરી લેતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
આ ઘટના વિશે જાણવા મળી રહ્યું છે કે, શહેરના મવડીમાં આવેલ ઉદયનગરમાં રહેતા જયસુખભાઈ એલ વાડોદરિયા નામના ૫૦ વર્ષીય આધેડે વહેલી સવારે ગોંડલ રોડ ઉપર પીડીએમ ફાટક પાસે ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત કરી લેતા માલવિયાનગર પોલીસ સ્ટેશનના બી.બી.રાણા સહિતનો સ્ટાફ્ દોડી ગયો હતો.પ્રાથમિક તપાસમાં મૃતક પાસેથી એક સ્યુસાઈડ નોટ મળી હતી. જેમાં મૃતકે ચોકાવનારા આક્ષેપો કર્યા હતા. મૃતકે આત્મઘાતી પગલું ભરતાં પહેલા લખેલી સ્યુઆઇડ નોટમાં પોલીસ કમિશ્નરને સંબોધીને જણાવ્યું હતું કે, ‘મારી પત્ની જયશ્રી અને બે પુત્રો સુમિત અને વિરલ છેલ્લા ત્રણ વર્ષથી અસહ્ય ત્રાસ આપે છે. બે દિવસથી ઢોર માર માર્યો છે. જેના સાક્ષી મારા પડોશીઓ છે. મારા બંને પુત્રને આકરી સજા થાય તેવી મારી વિનંતી છે.
ગઈકાલે મારી પત્નીએ રૂમમાં પૂરી સાવરણી-પાઈપથી અને મોટા પુત્ર સુમિતે બેલ્ટથી બેલ્ટ તૂટી ગયો ત્યાં સુધી માર માર્યો હતો. નાના દીકરા વિરલે મોઢાના દાંત પણ તોડી નાખ્યા છે. પાંચ દિવસથી ખાવાનું નથી આપ્યું. મોટા પુત્રને આજીવન કેદની સજા થવી જાેઈએ. મારી પત્નીની ચાલ ચલગત સારી નથી. મારા છોકરાવને કુકડા બનાવી બધાના સરઘસ કાઢજાે. મારી તબિયત સારી નથી. શ્વાસ પણ લેવાતો નથી. મારી પત્નીને મેરુ ફંગલીયા સાથે સંબંધ છે. તેનો ઓડિયો મારા મોબાઈલમાં છે. તે ફોન મારા પુત્ર પાસેથી લઇ લેજાે.મારું બાઈક મારા ભત્રીજા અમિત જયંતીભાઈને સોંપજાે અને મારો મોબાઈલ મારી ભત્રીજી નીલમને સોપજાે. મારી મિલકત મકાન ૩૦થી ૪૦ લાખનું મારી પત્નીએ ગોકુલપરાના પ્રેમી મેરુ ફંગલીયા સાથે મળી ૧ લાખ ૮૦ હજારમાં પડાવી લીધું છે. જે મકાન તેના ભત્રીજા હિરેન અને તેની પત્નીના નામે લખાવેલ છે. તેનો ન્યાય પણ મળવો જાેઈએ.