દિલ્હી-

કોરોના સંક્રમણના હાહાકારની વચ્ચે હવે તેના પર પણ રાજકારણ રમાઈ રહ્યુ છે. રાજકીય પક્ષો દ્વારા એક બીજા પર આરોપો અને પ્રત્યારોપો મુકવામાં આવી રહ્યા છે.કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીના નિવેદન પર ભાજપે પલટવાર કરતા કહ્યુ છે કે, દેશ અત્યારે કોરોના સંકટ સામે ઝઝમૂ રહ્યો છે અને આ સમયે રાજનીતિ ના થવી જાેઈએ પણ કોંગ્રેસ પાર્ટી અને તેમાં પણ ગાંધી પરિવાર રાજનીતિ કરી રહ્યો છે. પ્રિયંકા ગાંધી ઈન્ટરવ્યૂ આપીને પોતાનુ રાજકરણ રમી રહ્યા છે. તો રાહુલ ગાંધી સોશિયલ મીડિયા પર સરકારની ટીકા કરવામાં વ્યસ્ત છે. દેશ આ બધુ જાેઈ રહ્યો છે.ગાંધી પરિવારના અભિમાનને પણ લોકો જાેઈ રહ્યા છે.

ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યુ હતુ કે, કોરોનાની બીજી લહેર પર કાબૂ મેળવવા માટે પીએમ મોદીએ ગઈકાલે દેશને સંબોધિત કર્યો હતો. કેન્દ્ર સરકાર રાજ્યો સાથે તાલમેલ સાધવાનો પ્રયાસ કરી રહી છે અને ગાંધી પરિવારને તેમાં પણ રાજકારણ દેખાઈ રહ્યુ છે.

ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોનાના વધી રહેલા કહેર વચ્ચે પીએમ મોદીએ મંગળવારે રાતે કોરોનાની સ્થઇતિ પર તમામ રાજ્ય સરકારો સાથે પણ ચર્ચા કરીને લોકડાઉનને આખરી વિકલ્પ ગણવા આગ્રહ કર્યો હતો. જાેકે પીએમ મોદીના ટીવી પરના ભાષણ બાદ વિરોધ પક્ષોએ આકરી ટીકા કરી હતી.કોંગ્રેસના સંખ્યાબંધ નેતાઓએ કહ્યુ હતુ કે, દેશને અત્યારે ઓક્સિજનની જરુર છે, ભાષણની નહી. એ પછી પ્રિયંકા ગાંધીએ પણ દેશમાં કોરોનાની બીજી લહેર માટે મોદી સરકારને જ જવાદાર ઠેરવતુ નિવેદન આપ્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે, દેશને જ્યારે જરુર હતી ત્યારે વેક્સીનના ૬ કરોડ ડોઝ બીજા દેશને આપી દીધા અને હવે દેશના લોકો રસી માટે ફાંફા મારે છે.