બાથરૂમ જવા ઉઠેલી યુવતીનું ચપ્પુની અણીએ અપહરણ, આચર્યું દુષ્કર્મ
28, સપ્ટેમ્બર 2020

બનાસકાંઠા-

ગુજરાતમાં દુષ્કર્મનાં કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. તેવામાં બનાસકાંઠામાં રેપની એક સનસનીખેજ ઘટના સામે આવી છે. જેમાં હવે ઘરમાંથી છોકરીને ઉઠાવી જઈને હવસખોરે તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આ મામલે પીડિતાની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જે બાદ પોલીસે આરોપી નરાધમને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

બનાસકાંઠાના પાલનપુરમાં રાત્રે યુવતી બાથરૂમ જવા માટે ઉઠી હતી. તે સમય દરમિયાન એક નરાધમે ચપ્પુની અણીએ તેનું અપહરણ કરી લીધું હતું. અને બાદમાં તેને બાવરી ડેરાની શાળામાં લઈ ગઈ હતો. અહીં ધાકધમકી આપીને નરાધમે યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે પીડિતાની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે.

લાગે છે કે, હવસની પૂજામાં અંધ બનેલાં આવા નરાધમોને હવે કોઈ વાતનો ડર રહ્યો નથી. અને તેઓ બેબાક રીતે ચપ્પુની અણીએ અપહરણ કરીને એક યુવતીનું જીવન બરબાદ કરી રહ્યા છે. આવાં નરાધમોને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી લોકો માગ કરી રહ્યા છે. જ્યારે દુષ્કર્મનો ભોગ બનનાર યુવતી માટે આ ઘટના જીવનભર દુઃસ્વપ્ન સમાન બની રહેશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution