અરવલ્લી/ભિલોડા : રાજય સરકાર દ્વારા કોવિડ-૧૯ મહામારીથી ઉદ્દભવેલ પ્રતિકૂળ આર્થિક પરિસ્થિતિમાં રાજયના અર્થતંત્રને પુનઃવેગવંતુ કરવા માટે ગુજરાત આર્ત્મનિભર પેકૅજ જાહેર કરવામાં આવ્યું છે. મહિલાઓ આર્ત્મનિભર બને તે માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ગાંધીનગરથી મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનું ઇ-લોન્ચિગ કરાયું હતું જે અંતર્ગત અરવલ્લી જિલ્લાના ગ્રામ્યકક્ષાએ ભિલોડાની આર.જે તન્ના પ્રેરણા વિધાલય ખાતે ગુજરાત રાજ્ય મહિલા આયોગના ચેરમેન શ્રીમતી લીલાબેન અંકોલીયા ઉપસ્થિત રહિ ગ્રામ્યકક્ષાએ આ યોજનાનું ઇ-લોન્ચિગ કરી મહિલા ઉત્કર્ષની કલ્યાણકારી યોજનાઓની જાણકારી આપતા જણાવ્યું હતું કે, સમગ્ર રાજયની ૫૦ હજાર ગ્રામ્ય અને ૫૦ હજાર શહેરી બહેનો મળી એક સ્વ સહાય જૂથોની દશ લાખ બહેનોને રૂ. ૧૦૦૦ કરોડ કરોડ સુધીનું ધિરાણ “મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના” અંતર્ગત પુરૂ પાડવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ મહિલા કલ્યાણલક્ષી યોજનામાં બેન્કિંગ સેક્ટરને જોડાવામાં આવ્યું છે. રાજ્ય સરકાર આવી બેન્કો સાથે નજીકના ભવિષ્યમાં આ અંગેના એમઓયુ કરાશે. રાજ્યની સરકારી બેંકો, સહકારી બેંકો તેમજ ખાનગી બેંકો અને આરબીઆઇ માન્ય ધિરાણ સંસ્થાઓ મારફતે આ મુખ્ય મંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત પ્રત્યેક મહિલા જૂથને રૂ. એક લાખ લોન ધિરાણ પ્રાપ્ત થઇ શકશે.