ગાંધીનગર-

રાજ્યમાં કોરોનાના કેસમાં ફરી વધારો થઈ રહ્યો છે. અમદાવાદ અને સુરતમાં કોરોનાના ૩૦૦ની આસપાસ પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે, ત્યારે રાજ્ય સરકારે ૪ મહાનગરપાલિકાની જવાબદારી સનદી અધિકારીઓને સોંપી દીધી છે. કોરોનાના વધી રહેલા કેસને લઈ રવિવારના રોજ યોજાનારી જીપીએસસીની પરીક્ષા બાબતે અનેક અહેવાલો સોશિયલ મીડિયામાં વહેતા થયા હતા. જાેકે, આજે શુક્રવારે જીપીએસસી દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે કે, પરિક્ષા રાબેતા કાર્યક્રમ મુજબ જ યોજવામાં આવશે.

સરકારી ભરતી માટે તૈયારી કરતાં વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યાં છે. જેમાં જીપીએસસી વર્ગ ૧ અને ૨ની પરીક્ષા રાબેતા મુજબ જ લેવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. જીપીએસસી વર્ગ-૧ અને ૨ની પરિક્ષા ૨૧ માર્ચના રોજ યોજાશે.

રાજ્યના કુલ ૩૨ જિલ્લાના ૮૩૮ સેન્ટર પર જીપીએસસી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કુલ ૯૦૦૫ વર્ગમાં જીપીએસસી વર્ગ ૧ અને ૨ ની પરીક્ષા યોજાશે. રવિવાર યોજાનારી પરીક્ષામાં કુલ ૨.૧૫ લાખ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.