ગુજરાત વિધાનસભામાં ટુંકાગાળાનું ચોમાસુ સત્ર મળશે, 4 વિધેયક પસાર કરવામાં આવશે
25, ઓગ્સ્ટ 2021

ગાંધીનગર-

મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં ચોમાસુ સત્ર બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી, જેમાં 27 અને 28 સપ્ટેમ્બરના રોજ વિધાનસભાનું સત્રનું આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બાબતે સંસદીય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભામાં આગામી ૨૭ સપ્ટેમ્બરથી 2 દિવસ ચોમાસુ સત્ર રાખવામાં આવ્યું છે. સંસદીય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આ બેઠકમાં ચોમાસુ સત્ર મામલે નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં આગામી ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર 27 સપ્ટેમ્બરના રોજ મળશે, આ સત્ર 2 દિવસનું રાખવામાં આવ્યું છે. જેમાં પ્રથમ દિવસે પૂર્વ પ્રધાનો, પૂર્વ ધારાસભ્યો અને 18 જેટલા મહાનુભાવોના શોક ઠરાવ પસાર કરવામાં આવશે, આ સાથે 4 જેટલા અન્ય બિલો પણ વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવશે. જેમાં ગુજરાત પ્રોફેશનલ મેડિકલ એજ્યુકેશન કોલેજ અને ઇન્સ્ટીટયુશન બિલ, ગુજરાત ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્ષ બિલ 2021, જરાત પ્રાઇવેટ યુનિવર્સિટી 2021, the indian partnership bill 2021 પારિત કરવામાં આવશે. રાજ્યના મુખ્યપ્રધાન રૂપાણીની અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે રાજ્યના ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, આગામી 27 અને 28 સપ્ટેમ્બરના રોજ વિધાનસભામાં ચોમાસુ સત્ર મળશે, જેમાં 4 બિલ રજૂ કરવામાં આવશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution