અમદાવાદ-

ગુજરાતની જેલોમાં સજા ભોગવી રહેલા પાકા કામના અને કાચા કામના અન્ડર ટ્રાયલ વિદેશી કેદીઓની કુલ સંખ્યા 95 છે, જેમાં સૌથી વધુ 61 પાકિસ્તાની કેદીઓ ગુજરાતની જેલોમાં બંધ છે, આખા દેશમાં ગુજરાતમાં જ પાકિસ્તાની કેદીઓની સંખ્યા સૌથી વધુ છે, એ પછી બીજા ક્રમે પંજાબમાં 33 પાકિસ્તાની કેદી અને ત્રીજા ક્રમે ઉત્તરપ્રદેશમાં 28 અને ચોથા ક્રમે જમ્મુ-કાશ્મીરની જેલોમાં 25 કેદી, રાજસ્થાનની જેલમાં 11 કેદી બંધ છે. ગુજરાતમાં વિદેશી કેદીઓમાં બીજા ક્રમે નાઇજીરિયાના 12 અને ત્યાર બાદ બાંગ્લાદેશના ૭ કેદી જેલોમાં બંધ છે. નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યૂરો (એનસીઆરબી)ના વર્ષ 2019ના લેટેસ્ટ રિપોર્ટમાં આ માહિતી બહાર આવી છે.

એનસીઆરબીએ 31મી ડિસેમ્બર 2019ની સ્થિતિના આ આંકડા આપ્યા છે. અન્ય રાજ્યો પણ જમીન સીમાથી જાેડાયેલા છે, જાેકે તેમની સરખામણીએ ગુજરાતમાં સૌથી વધુ કેદી છે. રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં સજા પામેલા 36 અને અન્ડર ટ્રાયલ 25 પાકિસ્તાની કેદી જેલમાં છે, જ્યારે પંજાબમાં 13 પાકા કામના, 20 અન્ડર ટ્રાયલ, ઉત્તરપ્રદેશમાં 15 સજાવાળા તો 13 અન્ડર ટ્રાયલ, જમ્મુ-કાશ્મીરમાં એક સજા પામેલ તો 24 કાચા કામના કેદી જેલમાં છે. દેશમાં કુલ કાચા કામના 109 અને પાકા કામના ૯૪ એમ કુલ 203 કેદીઓ પાકિસ્તાની છે,

જેમાં સૌથી વધુ 61 પાકિસ્તાની કેદી ગુજરાતમાં કેદ છે. ગુજરાતમાં નેપાળના બે અને અન્ય દેશોના 13 કેદી છે. 93 પુરુષ અને 2 મહિલા સામેલ છે. ઇન્ડિયન પાસપોર્ટ એક્ટ હેઠળના સૌથી વધુ 36 પાકા કામના કેદી ગુજરાતની જેલમાં છે. એનસીઆરબીના રિપોર્ટ પ્રમાણે ગુજરાતની વિવિધ જેલોમાં સ્ટાફની મંજૂર થયેલી 3445 જગ્યામાંથી 2451 જગ્યા ભરાયેલી છે, જ્યારેરૂ 994 જગ્યા હજુય ખાલી છે એટલે કે ૨૯ ટકા જેટલા સ્ટાફની જગ્યા ખાલી છે, જેમાં સુપરિન્ટેન્ડેન્ટ, જેલર, ડેપ્યુટી જેલર વગેરેની જગ્યા ખાલી છે.