ભારતીય નૌસેના ચાર યુધ્ધ જહાજાે સાઉથ ચાઈના સીમાં મોકલશે
03, ઓગ્સ્ટ 2021

દિલ્હી-

લદ્દાખ મોરચે તનાવ સર્જનાર ચીનને પડકાર ફેંકવા માટે ભારતીય નૌસેનાએ સાઉથ ચાઈના સીમાં ચાર યુધ્ધ જહાજાે મોકલીને શક્તિ પ્રદર્શન કરવાનુ નક્કી કર્યુ છે.ભારતીય નૌ સેનાના યુધ્ધ જહાજાે બે મહિના સુધી સાઉથ ચાઈના સી અને દક્ષિણ પૂર્વ એશિયામાં રહેશે. ભારતીય જહાજાે વિયેટનામ, ઓસ્ટ્રેલિયા, મલેશિયા, ઈન્ડોનેશિયા અને ફિલિપિન્સના યુધ્ધ જહાજાે સાથે યુધ્ધા અભ્યાસ કરવાના છે. આ તમામ દેશો સાથે ચીનને સાઉથ ચાઈના સીમાં વિવાદ ચાલી રહ્ય છે.

ભારત દ્વારા જે યુધ્ધ જહાજાે મોકલવામાં આવસે તેમાં ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર, ગાઈડેડ મિસાઈલ ફ્રિગેટ, એન્ટી સબમરિન જહાજ પણ સામેલ છે. આ જહાજાે એવા સમયે સાઉથ ચાઈના સીમાં જઈ રહ્યા છે જ્યારે તાઈવાન પર ચીનના હુમલાનો ખતરો મંડરાઈ રહ્યો છે.ચીનના આક્રમક વલણથી સાઉથ ચાઈના સીમાં તેના પાડોશી દેશો પરેશાન છે. આ કારણોસર સાઉથ ચાઈના સીમાં વિવિધ દેશોની નૌસેનાની હિલલચાલ વધી છે. ગયા સપ્તાહે જ બ્રિટનનુ એરક્રાફ્ટ કેરિયર આ વિસ્તારમાંથી પસાર થયુ હતુ. અહીંયા ચીનની નૌસેના સમયાંતરે અભ્યાસ કરતી હોય છે. ચીનનો દાવો છે કે, સાઉથ ચાઈના સી પર અમારો હક છે. આ દાવાના સમર્થનમાં તે અહીંયા કૃત્રિમ ટાપુઓ પણ બનાવી ચુકયુ છે. જ્યાં ભારે હથિયારો અને વિમાનો પણ તૈનાત કર્યા છે.જાણકારોનુ માનવુ છે કે, સાઉથ ચાઈના સીમાં ભારતીય યુધ્ધ જહાજાે વિવાદીત ટાપુઓથી ભલે દુર રહે પણ ચીનને સંદેશ આપવા માટે આ વિસ્તારમાં ભારતીય યુધ્ધ જહાજાેની એન્ટ્રી જ કાફી છે. સાથે સાથે ભારતના આ પગલાથી ચીન ભડકશે તેવુ પણ નિશ્ચિત મનાઈ રહ્યુ છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution