ઝારખંડની જામતાર ગેંગ સૈારાષ્ટ્ર સહિત રાજ્યભરમાં સક્રિય
17, ઓગ્સ્ટ 2020

રાજકોટ-

રાજકોટ, મોરબી, જામનગર, વડોદરા અને અમદાવાદની ખ્યાતનામ હોટેલના નામે ઓનલાઈન જાહેરખબર આપીને ગ્રાહકોને લલચાવી બેન્ક એકાઉન્ટ સફાચટ કરવાના બનાવ બની રહ્યાછે. એકલા અમદાવાદમાં અત્યાર સુધક્ષમાં ૭૪ લાખની છેતરપિંડી બહાર આવી ચે. આ મામલે રાયના સાયબર ક્રાઈમ બ્રાંચ દ્રારા સગડ મેલવવામાં આવી રહ્યા છે જેમા પ્રાથમિક મળતી માહિતી મુજબ ઝારખંડની જામતાર ગેંગનું કારસ્તાન હોવાનું બહાર આવ્યું છે.

વેબ પેઈઝ પર અલગ અલગ હોટેલના મેનુ બનાવીને સ્વાદ રસીયાઓને અનોખી રીતે ફસાવવામાં આવી રહ્યા છે. રૂા.૧૫૦ની લોભામણી ઓફર અને એક થાળી પર ૨ થાળી ફ્રી અને ૧૦૦ થાલી સુધીની મર્યાદિત ઓફર આપવામાં આવે છે. જેમાં ઓનલાઈન બુકિંગ કરવામાં આવે છે. આપેલા નંબર પર કોઈ ફોન કરવામાં આવે તો ઠગ ટોળકી બૂકિંગ માટેની લીંક મોકલે છે. આ લીંકમાં ડેબીટ કાર્ડની વિગતો ભરવાની રહે છે અને ગણતરીની મિનિટોમાં એકાઉન્ટ ખાલી થઈ જાય છે. 

આ મામલે અમદાવાદની ઓઢવ અને સેટેલા,ટ ખાતે આવેલી નામાંકિત હોટલ જેઓ રાજકોટ, મોરીબ, વડોદરામાં શાખા ધરાવે છે. તેમણે ક્રાઈમ બ્રાન્ચમાં અરીજી કરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. આ હોટલ કાંડમાં ઝારખંડની જામતાર ગેંગ એ રાજકોટ, અમદાવાદ, વડોદરાની નામાંકિત હોટેલના નામે વેબપેઈઝ બનાવીને લુંટની ગેંગ સામે સાઈબર ક્રાઈમે તપાસનો દૌર શરૂ કર્યેા છે. 


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution