ગુજરાતના સૌથી લાંબા એલિવેટેડ બ્રિજનું થશે લોકાર્પણ
06, ઓગ્સ્ટ 2021

ડીસા-

બનાસકાંઠામાં ડીસા શહેરની મધ્યમાંથી રાજ્યનો સૌથી લાંબો એલિવેટેડ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. આ બ્રિજને ૨૨૫ કરડો રૂપિયાના ખર્ચે ડીસાના શહેરીજનોની સુરક્ષાને ધ્યાને લેતા ખાસ મહેનત કરીને નિર્માણ કરવામાં આવ્યો છે જેથી અકસ્માતો નિવારી શકાય. બ્રિજનું આવતીકાલે ૭મી ઑગસ્ટના રોજ ઇ-લોકાર્પણ થશે. આ બ્રિજની ખાસિય ઘણી છે જેમાં એક તેની લંબાઈ છે. કુલ ૩.૭ કિમી લાંબા બ્રિજનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ,સીએમ વિજય રૂપાણી,નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કરશે ઇ-લોકાર્પણ કરશે. આ બ્રિજ નેશનલ હાઇવે નંબર -૨૭ પરથી પસાર પસાર થાય છે જેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી.

અગાઉ ડીસા શહેરમાં ટ્રાફિકની સમસ્યા માથાના દુઃખાવો બની ગઈ હતી. ટ્રાફિકના કારણે વાહન ચાલકોને કલાકો ટ્રાફિકમાં ફસાઈ જવાનો વલારો આવતો હતો. ડીસા રાજ્યનું સૌથી મોટું બટેટાનું માર્કેટયાર્ડ છે. ઉપરાંત અનેક ખેત જણસનું બજાર છે જેથી મોટી સંખ્યામાં અહીંયા માલવાહક વાહનોની આવ-જા થતી રહેતી હોય છે.નોંધનીય છે કે, આકાશી દ્રશ્યમાં સાપના લીસોટા જેવો લાગતો આ બ્રીજ બનાસકાંઠાના ડીસા શહેરની મધ્યમાંથી પસાર થતા નેશનલ હાઇવે નં.૨૭ ઉપર બનેલા ગુજરાતના સૌથી લાંબા એલીવેટેડ કોરીડોરના છે. જે ગુજરાતના પોરબંદર અને આસામના સિલચરને જાેડતો ઇસ્ટ-વેસ્ટ કોરીડોર છે.નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા રૂ.૨૨૨ કરોડના ખર્ચે માત્ર ૨ વર્ષમાં તૈયાર કરાયેલા ૩.૭૫૦ કિલોમીટર લાંબા આ કોરીડોરમાં ડીસા શહેરની ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે ૪ લેન ઉપર અને ૪ લેન નીચે તેમજ ૨ લેનવાળા બંને તરફ સર્વિસ રોડ બનાવાયાં છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution