અમદાવાદ-

ખેડા જિલ્લાના કપડવંજ શહેરમાં પોલીસ અને લોકો વચ્ચે બોલાચાલી થતાં મામલો ગરમાયો હતો. શહેરની પોલીસ ચોકી અને પોલીસ સ્ટેશન પર ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં એક પોલીસ કર્મચારી ઇજાગ્રસ્ત પણ થયો હતો. આ ઘટનાને ડામવા માટે પોલીસે શહેરમાં પાેલીસ કાફલો ખડકી ધીધો હતો.

કપડવંજની મસ્જિદમાં નમાઝ પઢતા લોકોને પોલીસ દ્વારા સોશિયલ ડિસ્ટન્સ જળવવા માટે સમજાવવામાં આવ્યાં હતાં જે બાબતે બોલાચાલી થઇ હતી જેના લીધે મામલો ગરમાયો હતો. આ મામલો ઉગ્ર બની જતાં મોટી સંખ્યામાં આવેલા લોકોના ટોળાએ પોલીસ ચોકી અને પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો. ટોળાના હુમલામાં બે બાઇક પોલીસવાન અને એક કારને નુકશાન થયું હતું .ટોળાએ પોલીસ ચોકીનો સામાન પણ તોડી નાંખ્યો હતો. ત્યારબાદ પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો. તયાં પથ્થરમારો કર્યો હતો.આ ઘટનામાં એક પોલીસ કર્મી ઘાયલ થયો હતો. પોલીસે તેના બચાવમાં ટીયર ગેસના સેલ છોડ્યાં હતા.બાદમાં પરિસ્થિતિ કાબુમાં આવી હતી.પોલીસે હાલ શહેરમાં પેટ્રોલિંગ કરી હતી અને શહેર પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયો છે. પોલીસે ટોળા વિરૂદ્વ ફરિ.ાદ નોંધી અસમાજિક ત્તવોને શોધા કાઢવા ચક્રો ગતિમાન કર્યા છે.