મુંબઈ-

નાસિકમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઓનલાઇન અભ્યાસન કરવા બદલ એક મહિલાએ તેના સાડા ત્રણ વર્ષના પુત્રની હત્યા કરી હતી. નાસિક શહેરમાં એક 32 વર્ષીય મહિલાએ તેના સાડા ત્રણ વર્ષના પુત્રની કથિત રીતે હત્યા કરી અને બાદમાં આત્મહત્યા કરી લીધી. પોલીસના જણાવ્યા અનુસાર, પાથરડી ફાટા વિસ્તારમાં રહેતી મહિલાએ સોમવારે રાત્રે લગભગ 9.30 વાગ્યે ફાંસી લગાવી લીધી હતી. અગાઉ, તેણે કથિત રીતે તેના પુત્રનું ગળું દબાવીને હત્યા કરી હતી કારણ કે, તે ઓનલાઇન અભ્યાસ કરતો ન હતો, જેનાથી મહિલા ગુસ્સે થઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે, જ્યારે બંને ઘટના બની ત્યારે મહિલાના માતા -પિતા ઘરમાં હાજર હતા. પોલીસે કહ્યું કે, તેમને માતા-પુત્રના મૃતદેહ પાસે એક સુસાઈડ નોટ મળી છે અને કહ્યું છે કે, તેમના મૃત્યુ માટે કોઈને જવાબદાર ન ઠેરવવા જોઈએ. અગાઉ નવી મુંબઈમાં, 15 વર્ષની કિશોરીએ કથિત રીતે તેની માતાને કરાટેના પટ્ટાથી ગળું દબાવીને હત્યા કરી દીધી હતી. પોલીસે કહ્યું કે, કિશોરીએ બાદમાં તેને અકસ્માતે મોતનો કેસ કહેવાનો પ્રયાસ કર્યો હતો.  નાસિકમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઓનલાઇન અભ્યાસ ન કરવા બદલ એક મહિલા એ તેના સાડા ત્રણ વર્ષના પુત્રની હત્યા કરી હતી. નાસિક શહેરમાં એક 32 વર્ષીય મહિલાએ તેના સાડા ત્રણ વર્ષના પુત્રની કથિત રીતે હત્યા કરી અને બાદમાં આત્મહત્યા કરી લીધી હતી.