માંડવી, તા.૯ 

 માંડવી કીમ માર્ગ છેલ્લા કેટલાક વષોર્થી બિસ્માર હાલતમાં થઈ ગયો છે. રહીશો માં ફરિયાદો ઉઠવા છતાં અધિકારીઓ દ્વારા યોગ્ય પગલાં લેવામાં નહીં આવતા યુવા પેઢીએ મેદાનમાં ઉતરવું પડ્યું. તાલુકાના સામાજિક યુવા કાર્યકતાર્ઓ દ્વારા માંડવી કીમ માર્ગ મુદ્દે માંડવી પ્રાંત અધિકારીના પ્રતિનિધિ નાયબ મામલતદારને આવેદનપત્ર આપી જો આગામી દિવસોમાં માર્ગનું રિકારપેટિંગ તો જલદ આંદોલન કરવાનું જણાવ્યું હતું.

    માંડવી તાલુકાના સામાજિક યુવા કાર્યકતાર્ઓ દ્વારા માંડવી કીમ માર્ગ નું રિકારપેટિંગ કરવા માટે મેદાને આવ્યા અને માંડવી પ્રાંત અધિકારી ના પ્રતિનિધિ નાયબ મામલતદાર રાજુભાઈ ચૌધરી ને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સરકાર ના નિયમો મુજબ સોશિઅલ ડિસ્ટન્સ તેમજ મોઢા પર માસ્ક પહેરીયા હતાં આવેદનપત્રમાં જણાવ્યું હતું કે સુરત જિલ્લાનો ઓલપાડ તાલુકાનો કીમ વિસ્તાર ઔદ્યોગિક એકમો માટેનો ઝોન છે.

આ વિસ્તારમાં નાની મોટી કરીને ૧૫૦૦ થી વધુ કંપનીઓ આવેલી છે. જેમાં નોકરી, ધંધો, રોજગારી મેળવવા માંડવી, માંગરોલ, ઉમરપાડા તાલુકાથી લોકો આવે છે. તેમજ મુંબઈ - અમદાવાદ રાષ્ટ્રીય ધોરી માર્ગને જોડતો કીમ માંડવી રાજ્ય ધોરી માર્ગ પર હાલ વાહન વ્યવહાર સહિત મુસાફરી માટે ટ્રાફિક ની સમસ્યા સજાર્ય છે. તેમજ અકસ્માતની પણ સંભાવના રહેલી છે. અને તેનું મુખ્ય કારણ માર્ગની અત્યંત બિસ્માર હાલત છે. આ મુદ્દે મિતલ ચૌધરી (વદેશીયા), અંકિત ચૌધરી (જુનાકાકરાપાર), દિવ્યેશ ચૌધરી (માંડવી), આશિષ ચૌધરી (માંડવી) દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.