દિલ્હી-

ભારતમાં કોરોના વાઇરસનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. છેલ્લાં 24 કલાકમાં દેશમાં કોરોના વાઇરસના સંક્રમણના નવા 75,809 કેસ આવ્યા છે. આ સાથે જ ભારતનો કોરોના વાઇરસના સંક્રમિતોનો કુલ આંકડો 43 લાખની પાસે પહોંચી ગયો છે. દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 42,80,423 થઈ ગઈ છે.ભારત કોરોના વાઇરસના મામલે હાલ વિશ્વમાં બીજા નંબરે છે. અમેરિકામાં સૌથી વધુ કોરોના વાઇરસના સંક્રમિતોની સંખ્યા છે. 

દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાઇરસના કારણે કુલ 72,775 લોકોનાં મોત થયાં છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં 1,133 લોકોનાં કોરોનાને કારણે મોત થયાં છે. હાલ ભારતમાં કોરોનાના ઍક્ટિવ કેસની સંખ્યા 8,83,697 છે જ્યારે 33,23,951 લોકો અત્યારસુધીમાં સાજા થયા છે.